Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તેમના દ્વારા પ્રેરીત શ્રવણ તીર્થયાત્રાના પાંચમા દિવસે ૧૦ બસોને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. ૬૦૦ થી વધુ વયોવૃધ્ધ યાત્રીઓ ભગવાન શ્રી સોમનાથ ઉપરાંત જુનાગઢ, પરબધામ અને વિરપુરની પણ યાત્રા કરશે. શ્રી રૂપાણીએ કહયું કે યાત્રાધામોમાં સ્વછતાના પણ દર્શન થશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકાર  દ્વારા રાજયના ૮ પવિત્ર તીર્થધામોને સ્વચ્છ રાખવાનું સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંસદ ભવન, રાષ્ટ્રપતિ  ભવન, જેવા સંસ્થાનોની સફાઇ કામની જવાબદારી સંભાળતી એજન્સીને આ આઠ પવિત્ર તીર્થધામોમાં ૨૪ કલાક સફાઇ કામ કરવાની જવાબદારી સોપવામાં આવી છે. સોમનાથ,પાલીતાણા, દ્વારકા, ડાકોર અંબાજી, પાવાગઢ, જેવા યાત્રાધામોમાં હવે સ્વચ્છતાના દર્શન થશે. ‚પાણીએ ઉમેર્યુ કે રાજકોટ શહેરના ૪૦૦૦ થી પણ વધુ સીનીયર સીટીજનોને સોમનાથ,જુનાગઢ, પરબ અને વિરપુરની યાત્રા કરાવવાનો નિર્ધાર હતો. તે હવે પરિપૂર્ણ થયો  છે. આ યાત્રામાં જોડાનાર યાત્રાળુઓએ મને પણ આભારી કર્યો છે. પોતાનો સમય આપી યાત્રામાં જોડાનાર યાત્રાળુઓના દર્શન કરવા એ મારા માટે યાત્રા સમાન છે.

મુખ્યમંત્રીએ ગૌવંશ હત્યા નિષેધ કાયદાની સંકલ્પના સમજાવતા કહયું કે રાજયની ગાયોની હત્યા કરનારા તત્વોની દયા ખાવામાં નહી આવે, આવા ગુનામાં આજીવન કેદની જોગવાઇ કરવામાં આવી છે. ગાયોની હેરાફેરી કરનારા વાહનોને રાજયસાત કરવામાં આવશે. પશુ સંવર્ધનના પરિણામે ગુજરાતમાં ઘી અને દુધની નદીઓ વહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. તેમ તેમણે અંતે જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચન નિતિનભાઇ ભારદ્વાજે કર્યુ હતું. રાજકોટ શહેરના અગ્રણીઓએ ડસ્ટબીન વિતરણ માટે મુખ્યમંત્રીને ચેક અર્પણ કર્યા હતા. મહાનુભાવોએ ઝંડી દેખાડી યાત્રાસંઘને પ્રસ્થાન કરાવ્યુ હતું.

આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, શ્રીમતિ અંજલીબેન ‚પાણી, શંભુભાઇ પરસાણા, મૌલેશભાઇ ઉકાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.