Abtak Media Google News

કોઈ પણ રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે માનવ સંસાધનનો વિકાસ અત્યંત મહત્ત્વનો હોય છે. આવડત કે હુન્નરમાં સુધાર એ માનવ સંસાધનનું મહત્વનું અંગ છે . માત્ર સંસ્થામાં પ્રાપ્ત થતી તાલીમ કૌશલ્ય મેળવવા માટે પૂરતી નથી હોતી, પરંતુ તેના માટે કાર્યના સ્થળે પ્રત્યક્ષ તાલીમની જરૂર મહત્ત્વની હોય છે . ઉદ્યોગોને કુશળ માનવશક્તિ પૂરી પાડવાની જરૂરિયાતને પહોંચી વળવાના આશય સાથે ઉદ્યોગો પાસે ઉપલબ્ધ સગવડોનો મહત્તમ ઉપયોગ કરીને પ્રત્યક્ષ તાલીમ મળી રહે માટે એપ્રેન્ટીસ અધિનિયમ 1961 બાદ અનુક્રમે 1973 , 1986 , 2014 અને 2019 માં જરૂરી સુધારા કરાયા અને ગ્રેજ્યુએટસ, ટેકનિશિયન ( વોકેશનલ) અને વૈકલ્પિક ટ્રેડ એપ્રેન્ટીસોને પણ એપ્રેન્ટીસશીપ તાલીમ હેઠળ આવરી લેવામાં આવ્યા.

ગુજરાતમાં ઔદ્યોગિક તેમજ સેવાકીય ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં લઈ એપ્રેન્ટીસ કાયદાની જોગવાઇ પ્રમાણે એપ્રેન્ટીસ રોકતા ઔદ્યોગિક એકમો જેવા

ફેશર એપ્રેન્ટીસ ઉમેદવાર માટે બેઝીક તાલીમના મહિના માટે પ્રોત્સાહનની રકમ મળવાપાત્ર રહેશે નહિ. ” પ્રવેશ પ્રક્રિયા : એપ્રેન્ટીસ રોકતા એકમોએ પોર્ટલ

https :  www. apprenticeshipindia. gov.in/inપર એકમ અને તાલીમાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

કેન્દ્ર સરકાર ટ્રેડ એપ્રેન્ટીસ ગઅઙજ પ્રતિમાસ પ્રોત્સાહનની  3.1500 /  2.1500 2. 1500 /

કે ફેક્ટરી , બેન્કિંગ , ફાયનાન્સ સર્વિસ ઈન્સ્યોરન્સ લોજીસ્ટી, હોટેલ, રેસ્ટોરન્ટ, ંહોસ્પિટલ,

ટુરીઝમ, સિકયોરિટી, વિવિધ શાળા, કોલેજ, સંસ્થા્રઓ

યુનિવર્સિટી , નગરપાલિકા , મહાનગરપાલિકા  વગેરે વ્યવસાયોમાં કુલ માનવબળના 2.5 % થી 15%ની મર્યાદામાં એપ્રેન્ટીસોનું એન્ગેજમેન્ટ કરી તાલીમ કરવા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહન આપવાની બાબત વિચારણા હેઠળ હતી.

ભારત સરકાર દ્વારા નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ’ (NAPS) ના માધ્યમથી એપ્રેન્ટીસોની ભરતી કરતા એકમો માટે પ્રોત્સાહન યોજના ઓગષ્ટ 2016 અમલી છે . આ ઉપરાંત ‘ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે એપ્રેન્ટીસ અધિનિયમ -1961 ની જોગવા અંતર્ગત એપ્રેન્ટીસની શૈક્ષણિક લાયકાત અનુસાર સૂચવ્યા મુજબ પ્રોત્સાહન એપ્રેન્ટીસ રોકતા એકમોને પ્રોત્સાહન  રૂપે આપવામાં આવે છે.

ફેશર તાલીમાર્થી ઉમેદવાર (ટેકનિકલ લાયકાત વગરના ધો .8, ધો .10 કે ધો .12 પાસ ઉમેદવારો રોકતા એકમોએ ઉપરોક્ત વેબસાઇટ ઉપર બેઝીક ડે પ્રોવાઇડર (BTP) તરીકે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. અને  ટેકનિકલ લાયકાત વગરના ફેશર ઉમેદવારો બેઝીક ટ્રેનીંગ આપવાની રહેશે.

નજીકની આઈ.ટી.આઈ. ખાતે રજીટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

એપ્રેન્ટીસને મળવાપાત્ર સ્ટાઇપેન્ડ

એપ્રેન્ટીસ પાસેથી કોઈ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.

તાલીમની સાથોસાથ એપ્રેન્ટીસોને એકમ દ્વારા હાલના પ્રવર્તમાન નિયમો મુજબ લઘુતમ સ્ટાઈપેન્ડ તરીકે આપવામાં આવે છે.

આ ઉપરાંત એકમો સ્વેચ્છાએ ઉપરોક્ત રકમ કરતા વધુ રકમનું સ્ટાઈપેન્ડ આપી શકે છે.

પરિક્ષા પ્રમાણપત્ર

તાલીમનો નિયત સમય પૂર્ણ થયા બાદ વ્યવસાયિક ધંધાની તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓક્ટોબરના અંત ભાગમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટીનું આયોજન કરવામાં આવે છે. પ્રેક્ટીકલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગની પરીક્ષા એકમો એ પોતે જ યોજવાની હોય છે.

સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામા આવે છે . આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવાકે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે.

કોઈપણ એપ્રેન્ટીસ રોકવા ઇચ્છુક એકમો નજીકની આઈ.ટી.આઈ. જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

તાજેતરમાં એપ્રેન્ટીસશીપ નિયમો , 1992માં વર્ષ 2019 દરમિયાન કરવામાં આવેલા મુખ્ય સુધારાઓ 4 થી વધુ મેન પાવર ધરાવતા એકમો એપ્રેન્ટીસની ભરતી કરી શકે છે.

30 થી વધુ મેન પાવર ધરાવતા એકમોએ એપ્રેન્ટીસની ભરતી કરવી ફરજીયાત છે.

ઓછામાં ઓછા 5% ફ્રેશર અને સ્કીલ સર્ટી હોલ્ડર એપ્રેન્ટીસની ભરતી સાથે કોન્ટ્રાક્ટ સહિતના કુલ મેનપાવરના 2.5% થી 15 % સુધીના બેન્ડમાં એપ્રેન્ટીસની ભરતી કરવી ફરજીયાત છે.

શૈક્ષણિક લાયકાતને આધારે માસિક સ્ટાઇપેન્ડનો દર

1 . સ્કૂલ પાસ આઉટ (ધો.-5 થી ધો.-9 પાસ) રૂ . 5000

  1. સ્કૂલ પાસ આઉટ (ધો .10 પાસ) રૂ.6000
  2. સ્કૂલ પાસ આઉટ (ધો .12 પાસ) રૂ.9000
  3. NCVT or GCVT સર્ટી હોલ્ડર : રૂ .7700- , 8050
  4. સ્નાતક એપ્રેન્ટીસ રૂ .9000

ઉલ્લેખનીય છે કે એપ્રેન્ટીસશીપ તાલીમના બીજા અને ત્રીજા વર્ષે નિયત સ્ટાઇપેન્ડની રકમમાં અનુક્રમે 10% અને 15%નો વધારો રહેશે.

તાલીમાર્થી માટેની હિતકર સ્પષ્ટતાઓ

એપ્રેન્ટીસ એ એક તાલીમાર્થી છે તે કામદાર નથી.

એપ્રેન્ટીસને મળવા પાત્ર સ્ટાઇપેંડ મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપવાનું રહેશે.

નિયત મળવા પાત્ર સ્ટાઇપેંડ રકમ કરતા ઓછી રકમ ચૂકવેલ હશે તો પ્રોત્સાહનની રકમ એકમને મળવાપાત્ર થશે નહિ.

એપ્રેન્ટીસને મળવા પાત્ર સ્ટાઇપેન્ડમાંથી પ્રોવિડન્ટ ફંડ કે પ્રોફેશનલ ટેક્ષ વગર કોઈપણ જાતની કપાત કરવાની રહેશે નહિ. જો કોઇ એપ્રેન્ટીસ તાલીમ સમયગાળા પહેલા અધવચ્ચેથી તાલીમ છોડીને ચાલ્યા જાય તો તેનો કોન્ટ્રાક્ટ ઓનલાઈન ટર્મિનેટ કરવાની પ્રક્રિયા એપ્રેન્ટીસ એડવાઈઝરનો સંપર્ક કરી તુંરત હાથ ધરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.