Abtak Media Google News

ઉપરકોટ વિકાસ માટે સોરઠના કર્મનિષ્ઠ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો સિંહ ફાળો

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે જૂનાગઢ જિલ્લાની ઓળખ સમા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું રીસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંઝર્વેશનનું  ખાત મુહૂર્ત ઈ-તકતીના માધ્યમથી કર્યું હતું.

જૂનાગઢમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ છે, જેની દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.  સૌકાઓ જુના આ ઉપરકોટ કિલ્લાની છેલ્લા અનેક દશકાઓથી પૂરતા પ્રમાણમાં જાળવણી અને સંભાળ લેવામાં આવી હતી, જેના કારણે ઉપરકોટ ના અનેક કાંગરાઓ ખરી પડ્યા રહ્યા હતા, અનેક ઐતિહાસિક યાદો ધરાવતા બાંધકામ ખંઢેર બની રહ્યા હતા, તો બીજી બાજુ આ સ્થળ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગયું હતું અને કિલ્લાની અનેક વસ્તુઓ ચોરાઈ જવા પણ પામી હતી.

સોરઠના સદનસીબે જૂનાગઢના પનોતા પુત્ર અને સોરઠની કાયમી ખેવના રાખતા જવાહરભાઈ ચાવડાને કેબિનેટ મા સ્થાન મળ્યું, અને પ્રવાસન વિભાગ સોંપવામાં આવ્યું, અને તેમનું સપનું હતું કે, ઉપરકોટ નો જે સૌકા પહેલા વૈભવ હતો તે પરત લાવવો, અને સૌથી પહેલા તેમણે તજજ્ઞોને સાથે રાખી, જૂનાગઢના ઉપરકોટ અને મકબરાની જાત મુલાકાત લઇ જરૂરી મરામત અને પ્રવાસીઓ માટે સગવડ વિચારી, પ્લાન – એસ્તિમેંટ કરાવી, ટેન્ડર પ્રકિયાઓ પણ પૂર્ણ કરાવી જેના ફળ સ્વરૂપ આજથી ઉપરકોટ ને નવા રૂપ રંગ આપવાની કાર્યવાહી પ્રારંભ થયો છે.

સૈકાઓ પુરાણા આ કિલ્લાનું ભુતકાળમાં  રાજા ઉગ્રસેન, રા ગ્રહ , રા’ નવઘણ,  રા’ ખેંગાર તેમજ નવાબ રસુલખાનજી બાબી દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતુ. ત્યારે હાલમાં રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના પ્રયત્નો અને મુખ્યમંત્રી રૂપાણી ની જુનાગઢ ને કંઇક આપવાની ભાવના સાથે રજવાડાઓ બાદ ભાજપના રાજમાં ૨,૭૨,૪૯૦ ચોરસ વારમાં ફેલાયેલ ઉપરકોટના ક્ધઝર્વેશન, રિસ્ટોરેશન એન્ડ ડેવલોપમેન્ટની કામગીરી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા કરવામાં આવશે. આ કામગીરી માટે સરકાર દ્વારા  રૂ.૪૪.૪૬ કરોડ  ફાળવવામાં આવેલ છે. તેમજ આ કામગીરી ૧૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

જૂનાગઢની ઓળખ સમા અને પૌરાણિક ઉપરકોટના કિલ્લાનું આજે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ઈ-તકતીના માધ્યમથી રીસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંઝર્વેશનનું  ખાત મુહૂર્ત કર્યું હતું. ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢમાં પ્રવાસન શ્રેતના વિકાસના દ્વાર ખુલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.