Abtak Media Google News

સરગમ કલબની સ્થાપનાને ૩૬માં વર્ષમાં પ્રવેશ: આનંદોત્સવ યોજાયો: કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સંતો મહંતો રહ્યા ઉપસ્થિત

સેવાયાત્રાની સીડી અને ત્રણ પુસ્તકોનું વિમોચન: લોકસાહિત્યના ડાયરામાં લોકો રસ તરબોળ: ગુણવંતભાઈ ડેલાવાળા અને તેમની ટીમને અભિનંદનની વર્ષા

સરિગમ કલબની સ્થાપનાને ૩૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજાયેલા આનંદોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે સાચી લગનથી થતી સેવા ઈશ્ર્વરીય કાર્ય છે. સરગમ કલબ જે રીતે સેવા કાર્ય કરે છે તે જોઈને બીજી સંસ્થાઓએ પણ પ્રેરણા લેવી જોઈએ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતુ કે રાજયની અનેક સેવાભાવી સંસ્થાઓ પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી હોય છે. જયારે કોઈપણ આપત્તિ આવી પડેત્યાર આવી સંસ્થાઓ પ્રજાની સેવા કરવા માટે હરહંમેશ તત્પર હોય છે. અને સરકારના ખંભેથી ખંભા મિલાવી કાર્ય કરે છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ સરગમ કલબની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને જણાવ્યું હતુ કે, સેવાનો કોઈ વિકલ્પ નથી. સરગમ પરિવારના કાર્યકરોએ છેવાડાના માનવીને લાભ પહોચે તે પ્રકારે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે. જે અભિનંદનનેપાત્ર છે. તેમજ રાજકોટમાં સરગમ કલબ દ્વારા સંચાલીત સ્મશાનની વ્યવસ્થા જોઈ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુણુભાઈ ડેલાવાળાને ગાંધીનગરમાં પણ રાજકોટ જેવું સ્મશાન બનાવવાનું કાર્ય સોંપ્યું હતુ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું કે સરગમ કલબની સેવા, સાંસ્કૃતિક કાર્યો અને શિક્ષણના કાર્યોની સુવાસ હવે માત્ર રાજકોટ પૂરતી જ સીમિત રહી નથી પરંતુ સમગ્ર ગુજરાત તેમની આ પ્રવૃત્તિથી વાકેફ છે. નવા કલાકારોને સરગમ કલબ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. તે સારી બાબત છે અને સરગમ કલબની પ્રવૃત્તિને બિરદાવી હતી.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુકે સરગમ કલબ શિક્ષણ સાથે લોકશિક્ષણનું કાર્ય કરે છે.જે જ્ઞાન શિક્ષણથી મળતું નથી. એ લોકશિક્ષણથી પ્રાપ્ત થાય છે.તેમ કહી તેમણે આ કલબની પ્રવૃત્તિને બિરદાવી હતી.

આ પ્રસંગે બાન લેબ્સના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણીએ સંસ્થાની પ્રવૃત્તિની રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે સરગમ કલબ પા પા પગલી કરતા કરતા આજે ૩૬માં વર્ષમાં પહોચી ગઈ છે. પરંતુ તેના નેજા હેઠળ ૩૯ જેટલી પ્રવૃત્તિઓ સફળ રીતે ચાલે છે. એ વિશે આનંદની વાત છે. આપ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિની ઝાંખી કરાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મ અને ત્રણ અલગ અલગ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

જાણીતા કટાર લેખક જય વસાવડાએ સરગમ કલબની પ્રવૃત્તિઓ વર્ણવી હતી. તેમણે કહ્યું હતુ કે સરગમના કાર્યકરોએ લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. વ્રજરાજકુમારજી મહોદયે આશીર્વચન પાઠવેલ આ સંસ્થા ૧૦૦ વર્ષ પરા કરે અને વધુ સેવાકાર્યોની પ્રવૃત્તિઓ હાથ ધરે તેવી હું કામના કરૂ છું. દ્વારકેશલાલજી મહારાજે કહ્યું હતુ કે, ગુણવંતભાઈ એક વ્યકિતનથી પણ એક વ્યકિતત્વ છે અને આ વ્યકિતત્વ સ્નેહ સેવા, સમર્પણ અને સાદગીથી સેવાકાર્યો કરી રહ્યું છે.

આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, ડો. દર્શિતાબેન શાહ, ડો. ડાયાભાઈ પટેલ, શિવલાલભાઈ આદ્રોજા, નંદલાલભાઈ માંડવીયા, ડો. હરિશભાઈ મહેતા, રમેશભાઈ ફડુક, જયદેવભાઈ આચાર્ય, પ્રવિણભાઈ જસાણી, શૈલેષભાઈ પાબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદય, એસ.જી.વી.પી. છારોડીના કનુ ભગત, યોગીધામ ગૂ‚કુળના સર્વાદિત સ્વામી હરિદાસ સ્વામી વલ્લભાચાર્ય પ્રાગટય પીઠના દ્વારકેશલાલજી મહારાજ, કામવન રાજકોટના ગો. વ્રજેશબાવા વગેરે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં યોજાયેલા લોકડાયરાને પણ લોકોએ મોડે સુધી માણ્યો હતો પદ્મશ્રી ભીખુદાન ગઢવી, માયાભાઈ આહિર, ઓસમાણ મીર, અભેસિંહ રાઠોડ અને ફરીદા મીર જેવા લોક કલાકારોએ જમાવટ કરી હતી.

પુસ્તક પ્રકાશન માટે અનેજલ પંપસ પ્રા.લી.ના કિરીટભાઈ આદ્રોજા, ભોજનના દાતા તરીકે રોલેકસ રીંગ્સ પ્રા.લી.ના મનીષભાઈ માડેકા, ભવાની ઈન્ડસ્ટ્રીઝના સુરેશભાઈ નંદવાણા, સરગમી ડાયરાના દાતા તરીકે જે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લી.ના જગદીશભાઈ ડોબરીયા, ઓડીયો વિઝયુઅલ પ્રાષડકશનના દાતા તરીકે વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મીલ્સ પ્રા.લી.ના નરેશભાઈ લોટીયા અને રાજ લોટીયા ગ્રાઉન્ડ મંડપ, લાઈટ સાઉન્ડના દાતા તરીકે કલાસીક નેટવર્ક પ્રા.લીના સ્મીતભાઈ પટેલ તથા ઘનશ્યામભાઈ મારડીયા, વીડીયોગ્રાફી ફોટોગ્રાફીના દાતા તરીકે રૂપમ ગ્રુપના શૈલેષભાઈ પાબારી ઉપરાંત રમેશભાઈ ધડુકનો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો આ પ્રસંગે ઉપસ્થિત વર્ધમાન ગ્રુપ અમદાવાદના ડો. હરીશભાઈ મહેતાએ સરગમ કલબને જામનગર રોડ ઉપર રાહતદરે દવાખાનું શરૂ કરવા સહયોગ આપવાની જાહેરાત કરી હતી.

સમગ્ર કાર્યક્રમના આયાજેનમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મંત્રી મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, સુરેશભાઈ નંદવાણા, મનીષભાઈ માડેકા, અરવિંદભાઈ દોમડીયા, જગદીશભાઈ ડોબરીયા, યોગેશભાઈ પુજારા, સ્મિતભાઈ પટેલ, બીપીનભાઈ હદવાણી, એમ.જે. સોલંકી, ખોડીદાસભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, કિરીટભાઈ આદ્રોજા, નરેશભાઈ લોટીયા, પરસોતમભાઈ કમાણીલ, રાકેશભાઈ પોપટ અને છગનભાઈ ગઢીયા સતત સક્રિય રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, જયેશભાઈ વસા ડી.વી. મહેતા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકીયા, દીપક શાહ, ઘનશ્યામ પરસાણા, કેતન મીરાણી, જગદીશ કિયાડા, કૌશિક વ્યાસ ઉપરાંત લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, અલ્કાબેન કામદાર, ભાવનાબેન ધનેશા, ગીતાબેન હિરાણી જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, જયશ્રીબેન રાવલ અને છાયાબેન દવે ઉપરાતં સલાંહકાર સમિતિનાં સભ્યો વગેરેએ જહેમત ઉઠાવી હતી. કલાસીક ઈવેન્ટના અતુલભાઈ દોશી અને વિશાલભાઈ દોશીએ પણ સુંદર વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમની આભારવિધિ સરગમના ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો. જયોતિ રાજયગૂરૂ અને પ્રો. સંજય કામદારે કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.