Abtak Media Google News

૨૪૭ પીવાના પાણીના વિતરણના પ્રોજેકટ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી રૂ.૭૦ કરોડની લોન લેવાશે

રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી એવી વાતો કરે છે કે શહેરીજનોને ૨૪ કલાક પાણી આપવામાં આવશે પરંતુ વર્ષોથી આ વાતો ફાઈલમાંથી બહાર આવી શકી નથી. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આજે રજુ કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં વધુ એક વખત ૨૪૭ પીવાના પાણીના વિતરણનો પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યુ રાજકોટમાં ૬ વોર્ડના ૪૫૦૦૦ ઘરોમાં ૨૪ કલાક પાણીની સુવિધા આપવામાં આવશે.

Advertisement

રાજકોટમાં પ્રાયોગિક ધોરણે ૨૪૭ પીવાનું પાણી વિતરણ કરવાના પ્રોજેકટ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડનો પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો છે. જે પૈકી ચાલુ સાલ ૧૦૦ કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટમાં પ્રથમ તબકકે વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ થતા વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં કુલ ૪૫ હજાર ઘરમાં ૨૪ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ બનશે. આ માટે એડીબી પાસેથી રૂ.૭૦ કરોડની લોન લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.