Abtak Media Google News

ડાઉન પેમેન્ટ ભરવાની મુદત વધારવા, વ્યાજદર ઓછો કરવા, હપ્તાની સંખ્યા વધારવા અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સહિતની રજૂઆત થઈ

જીઆઈડીસી ખીરસરા પ્લોટ મેમ્બર્સ ગ્રુપ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વિવિધ પ્રશ્ર્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ‚પાણીએ રજૂઆતને સાંભળીને પ્રશ્ર્નોનું જેમ બને તેમ ઝડપથી નિરાકરણ લાવવાનું સકારાત્મક વલણ દાખવતા રજૂઆત કરવા ગયેલા આગેવાનોને હાશકારો થયો હતો.

‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન જીઆઈડીસી ખરસરા પ્લોટ મેમ્બર્સના આગેવાનોએ કહ્યું હતું કે, જીઆઈડીસીના પ્લોટના ડાઉન પેમેન્ટ ભરવાની મુદત વધારવા, લોનનો દર ઓછો કરવા, હપ્તાની સંખ્યા વધારવા અને જમીનના નક્કી કરેલા ભાવને ઘટાડવા માટેની માંગણી અમે વિજયભાઈ ‚પાણી સમક્ષ કરી હતી. આ ઉપરાંત જે પ્લોટમાં રહેલા ખાડા-ટેકરાને સમતલ કરવા અને પાણી-ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાના મુદ્દા પણ વિજયભાઈ ‚પાણીને ધ્યાને મુક્યા હતા. જીઆઈડીસીના ચેરમેન બળવંતભાઈ રાજપુત અને જીઆઈડીસીના એમડી થેરેસન્ના દ્વારા પ્રશ્ર્નો અંગે વિગતો લેવાઈ હતી. તેમણે પણ પોઝીટીવ વલણ દાખવ્યું હતું.

આ મુલાકાતમાં વિજયભાઈ ‚પાણીએ દરેક મુદ્દાની ઝીણવટભરી તપાસ અને ચર્ચા કરી હતી અને સરકારના પ્રતિનિધિ દ્વારા રાજકોટમાં ખીરસરા જીઆઈડીસીની સમીક્ષા કરી રિપોર્ટ અપાયા બાદ વધુ પગલા લેવાશે તેવું જણાવાયું હતું. નીતિ વિષયકની ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી જીઆઈડીસીના ચેરમેન દ્વારા પણ અપાઈ હતી. આ કામગીરીમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ પણ સકારાત્મક અભિગમ દાખવી રજૂઆત કરનારા આગેવાનો સાથે રહ્યાં હતા. ખીરસરાને લગતા તમામ પ્રશ્ર્નોને જેમ બને તેમ ઝડપથી ઉકેલવા તેમણે બાહેધરી આપી હતી. આ રજૂઆત માટે જીઆઈડીસી ખીરસરા પ્લોટ મેમ્બર્સ ગ્રુપના પ્રશાંતભાઈ સુચક, જયભાઈ પાઠક, હાર્દિકભાઈ વાછાણી, રાજેશભાઈ અકબરી, શૈલેષભાઈ દવે, રાજેશભાઈ શાહ, પ્રતિકભાઈ સીદપરા, જયેશભાઈ પરમાર, જિજ્ઞેશભાઈ મેંદપરા અને વિશાલભાઈ મહેતા સહિતનાએ સક્રિય ભૂમિકા ભજવી છે.

દેશભરમાં ફ્રાઈમ્સનું ૫૦ ટકા કાચુ મટીરીયલ્સ રાજકોટમાં જ બનશે

વર્તમાન સમયે રાજકોટ ફ્રાઈમ્સના ઉત્પાદનનું હબ છે. હવે કાચા મટીરીયલ્સ માટે પણ રાજકોટ દેશભરનું હબ બનશે. ખાસ કરીને જીઆઈડીસી ખીરસરામાં ફૂડ અને કિચનવેરને લગતા એકમો સ્થપાવા જઈ રહ્યાં છે. રાજકોટભરમાં આવા એકમોની સંખ્યા વધી રહી છે. પરિણામે ધીમી ગતિએ રાજકોટ વધુને વધુ કાચો માલ બનાવશે. વર્તમાન સમયે ખીરસરા જીઆઈડીસીમાં ૨૫ જેટલા ફૂડને લગતા એકમો સ્થપાય તેવી આશા છે. આ સંખ્યા ૧૦૦ જેટલી થઈ જશે તેવું પણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.