Abtak Media Google News

ફસબુકમાં ફેક આઇડી બનાવી મહિલાઓને રંજાડતા શખ્સને સાઇબર ક્રાઇમના સ્ટાફે કરી ધરપકડ

વિશ્ર્વ મહિલા દિવસે ઠેર ઠેર મહિલાઓની સિધ્ધીઓની સરાહના થઇ રહી છે ત્યારે શહેરમાં બે સ્થળે મહિલાઓની મોબાઈલમાં પજવણી કરતા બે શખ્સોને સાયબર ક્રાઇમના સ્ટાફે ઝડપી આકરી પૂછપરછ કરી છે.

મુળ બિહારના વતની અને શહેરના એજી સ્ટાફ કવાર્ટરમાં રહેતી અને એજી ઓફિસમાં નોકરી કરતી મહિલાને ફેશબુક ફ્રેન્ડ બની પજવણી કરાતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. સાયબર ક્રાઇમના એસીપી જે.એસ.ગેડમ, પીઆઇ એન.બી.દેસાઇ, પીઆઇ બી.એમ.કાતરીયા, પી.એસ.આઇ. ડી.બી.ગઢવી, કે.જે.રાણા સહિતના સ્ટાફે ફેશબુક આઇડી અને મોબાઇલ નંબરનું એનાલીસીસ કરી એજી સ્ટાફ કવાર્ટરમાં રહેતા રાહુલ ગૌરવ સીંગ નામના શખ્સને ઝડપી લીધો છે. મુળ બિહારના વતની અને ધોરણ દસ સુધી અભ્યાસ કરી એજી ઓફિસમાં કર્લાક તરીકે ફરજ બજાવતા રાહુલે આઇએમઓ એપ્લીકેશનના માધ્યમથી ફેક આઇડી બનાવી સાતથી આઠ જેટલી મહિલાઓનો ફ્રેન્ડ બન્યા બાત તેની સાથે જ નોકરી કરતી મધ્યપ્રદેશની યુવતીને બિભત્સ ફોટા મોકલ્યાની કબુલાત આપી છે.

જયારે અમરેલીના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામના વતની અને મોરબી રોડ પર આવેલી કોલેજમાં નોકરી કરતા કલ્પેશભાઇ ચંદુભાઇ રાઠોડની બહેનને ફેશબુક પર બિભત્સ લખાણ કર્યા અંગેની પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમના સ્ટાફે ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત બાબુ હરસોરાની ધરપકડ કરી છે. અંક્તિ હરસોરાની પૂછપરછ દરમિયાન તેને ચાંદની પરમાર નામનું ફેશબુક એકાઉન્ટ બનાવી છ થી સાત જેટલી યુવતીઓ સાથે ચેટીંગ કર્યાનું અને કલ્પેશ રાઠોડની બહેન સાથે પોતાની સગાઇ તુટી જતા તેણીને હેરાન કરતો હોવાની કબુલાત આપી છે. પોલીસે તેનો મોબાઇલ કબ્જે કરી ફેક આઇડી બંધ કરાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.