Abtak Media Google News

૪૦૦૦થી વધુ લાભાર્થીઓને અર્બન બેંક દ્વારા લોનની ચુકવણી પણ કરી

રાજયમાં આત્મનિર્ભર-૧ લોનની ફાળવણીમાં રાજકોટ ત્રીજા ક્રમે : નાગરિક સહકારી બેંક અવ્વલ

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકડાઉન બાદ પડી ભાંગેલા નાના-મોટા વેપારીને ફરીથી બેઠા કરવા માટે આત્મનિર્ભર યોજના અમલ કરવામાં આવી છે જેમાં શહેરમાં રૂ .૧ લાખની લોનની સહાય કરી લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સહકારી બેંકો અગ્રેસર રહી છે. સહકારી બેંક દ્વારા અત્યાર સુધી ૪૦૦૦થી પણ વધુ આત્મનિર્ભર યોજના હેઠળ લાભાર્થીઓને લોનની ચુકવણી કરવામાં આવી છે. રાજયભરમાં રૂ .૧ લાખની લોન આપવા અંગે રાજકોટ શહેર ત્રીજા ક્રમાંકે છે. જયારે રાજયભરમાં રાજકોટની નાગરીક સહકારી બેંક લોન ધીરાણ અંગે પ્રથમ ક્રમાંકે હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

કોરોનાની મહામારીના સમયગાળામાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. જે લોકડાઉનના સમયગાળામાં પડી ભાંગેલા નાના-મોટા ધંધાર્થીઓ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સરાહનીય યોજના પણ અમલમાં આવી છે. આત્મનિર્ભર-૧ અને આત્મનિર્ભર-૨ એમ લોકડાઉનનાં તબકકામાં પડી ભાંગેલા વેપારી અને ધંધાર્થીઓને બેઠા કરવા માટે રૂ .૧ લાખ સુધી અને રૂ .૧ થી ૨.૫૦ લાખ સુધીની લોનની યોજના લોકો માટે જાહેર કરવામાં આવી છે જેમાં ૮ ટકે રૂ .૧ લાખ સુધીની યોજના અંતર્ગત સરકાર દ્વારા ૬ ટકા સબસીડી જયારે રૂ .૧ થી ૨.૫૦ લાખની યોજના અંતર્ગત ૪ ટકા સબસીડી સરકાર દ્વારા આપવામાં આવશે.

આત્મનિર્ભર લોનની યોજનાની શરૂ આતથી જ લોકોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો ત્યારે શહેરની સહકારી બેંકો દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ લોન આપવાની કામગીરી શરૂ  કરવામાં આવી છે જેના ભાગરૂ પે શહેરની તમામ સહકારી બેંક દ્વારા જુદા-જુદા તબકકે લોનના ફોર્મનું વિતરણ સાથે ખુબ ઝડપથી લાભાર્થીઓને લોન મળી શકે તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આત્મનિર્ભર યોજનાનો લાભ લેવા માટે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા હતા. ‘અબતક’ના ખાસ અહેવાલ દ્વારા આ તમામ પ્રશ્ર્નોના ઉકેલ લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર-૧ રૂ ા.૧ લાખ સુધીની લોન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓને જાત જામીન રજુ કરવાના રહે છે કે જેના દ્વારા બેંક લોન ધારકો લોનના પૈસા ચુકવવા સઘ્ધર છે કે કેમ તે ચકાસી શકે. આત્મનિર્ભર-૧માં રૂ .૧ લાખની લોનના લાભાર્થીએ જે જામીન રજુ કરે તે બેંક દ્વારા જપ્ત કરવા પાત્ર છે નહીં.

રાજકોટમાં આત્મનિર્ભર યોજના અંતર્ગત અનેક નાના-મોટા ધંધાર્થીઓ પોતાની પરિસ્થિતિ સુધારવા માટે લોનનો લાભ લઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી ૪૦૦૦ જેટલા લાભાર્થીઓને લોનની રકમ સહકારી બેંક દ્વારા ચુકવણી પણ કરવામાં આવી છે જેમાં રાજકોટ નાગરીક સહકારી બેંક દ્વારા રાજયભરમાં સૌથી વધુ લોનની ચુકવણી કરી છે.

  • સરકાર દ્વારા લોનનાં વ્યાજની જ સબસીડી જાહેર કરી : જયેશભાઈ વસા

Vlcsnap 2020 07 15 09H16M18S122

જયેશભાઈ વસાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકોમાં આત્મનિર્ભર લોનને લઈ એવી માનસિકતા હતી કે સરકાર પૈસા આપે પછી પાછા આપવામાં ન આવે પણ સરકારે ફકત વ્યાજની સબસીડી જાહેર કરી છે અને કો-ઓપરેટીવ બેંકો પાસેથી એવું કમિટમેન્ટ લીધેલ છે કે ૮ ટકાથી વધારે વ્યાજ લેવાનું નથી તથા ૬ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. જેથી લોકોને ૨ ટકા પૈસા આપવાના છે ત્યારે આત્મનિર્ભરમાં લોકોને ૪ ટકા પૈસા આપવાના રહેશે. જયારે પછાત વર્ગની વાત કરીએ તો એક લાખ રૂ પિયાની લોન સામે ૩૯૦૦ રૂપિયાનો હપ્તો આવે તો છ મહિના પછી તે ભરવો પછાત વર્ગ માટે થોડો મુશ્કેલ સાબિત થઈ શકે તેમ છે. જયારે મધ્યમ વર્ગના લોકો માટે ખરેખર સારું સાબિત થશે. આત્મનિર્ભર લોનમાં બેંકોને પોતાની સલામતી અને ચોકસાઈ મહત્વની રહેશે. કારણકે તેમાં રાજય સરકાર કોઈપણ જાતની મદદ કરવાની

નથી જેથી યોગ્ય નિર્ણય બેન્ક માટે મહત્વના છે. અત્યાર સુધી ઘણા ફોર્મનું વિતરણ થયું છે અને ઓનલાઈન પણ ફોર્મ આપવાનું શરૂ  કર્યું હતું. અત્યાર સુધી ૪૫૦૦ જેટલા લોકોને લોનનો લાભ આપવામાં આવ્યો છે અને સાથે સાથે બેન્કોની જવાબદારી લોકો પાસેથી જાતે જ પૈસા લેવાની છે તેથી સુરક્ષા માટે નિયમ ઘડેલા છે. જેમ કે બેન્કનો ખાતેદાર લોન લે છે તો જામીનની જરૂરીયાત હોતી નથી પણ કોઈ નવી વ્યકિતને લોનની જરૂ ર પડે છે તો તેના માટે જુના ખાતેદારને જામીન બનાવવામાં આવે છે અથવા બીજુ કોઈ જામીનમાં આવે તો તેના વિશે જાણકારી લેવામાં આવે છે.

છેલ્લા ત્રણ મહિનાથી બધા લોકોને આવકની સમસ્યામાંથી નીકળવું પડયું છે તો તેને લઈને જ સરકારે છ મહિના પછી પૈસા ભરવા માટે નિયમ બહાર પાડયો છે અને તે સમય દરમ્યાન કોઈપણ જાતનો વ્યાજ નહીં લાગે તેવો પણ નિયમ બહાર પાડયો છે અને પછી પણ લોકો પોતાનો ધંધો ફરીથી શરૂ કરે અને છ મહિના પછી નાના હપ્તાથી પૈસા ભરે તેવી જ રીતેના બધા નિયમો ઘડવામાં આવ્યા છે.

  • નાના ધંધાર્થીઓને ફરી બેઠા થવા લોન અતિ આવશ્યક : પરસોતમભાઈ પીપરીયા

Vlcsnap 2020 07 15 09H16M49S295

આરસીસી બેંકનાં સીઈઓ પરસોતમભાઈ પીપરીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના શરૂ  કરવામાં આવી છે તેમાં બે વિભાગ પાડવામાં આવ્યા છે. આત્મનિર્ભર-૧ની વાત કરીએ તો ૧/૧/૨૦૨૦નાં રોજ ધંધો કરતા હોય તેને ધંધા માટે કોઈપણ જાતની દેખરેખ વગર ફકત ૨ જામીન સાથે ૧ લાખ રૂ પિયાની લોન આપવામાં આવશે અને આત્મનિર્ભર-૨ની વાત કરીએ તો ૧ લાખથી ૨૫૦૦૦ સુધીની લોન આપવામાં આવશે જેમાં સિકયુરીટી તરીકે પોતાની મિલકત મોર્ગેજ કરવાની રહેશે જેમાં ૮ ટકા વ્યાજ રહેશે જે ૪ ટકા સરકાર ભોગવશે અને બાકી લોન લેવાવાળાને ભરવાનું રહેશે અને આત્મનિર્ભર-૧માં વ્યાજ ૮ ટકા રહેશે જેમાં સરકાર ૬ ટકા ભોગવશે અને બાકી ૨ ટકા લોકો ભોગવશે. આ યોજનાથી લોકોને ઘણો ફાયદો થશે અને પોતાના ધંધાને આગળ વધારી શકે કારણકે નાની બેંકોનો વ્યાજનો દર

ઓછામાં ઓછો ૧૨ ટકા હોય છે અને લોકોને કોરોના જેવી મહામારીમાં થયેલ નુકસાનને કારણે જ લોકોને ૨ ટકાના વ્યાજ દરે લોન આપવાનું નકકી કર્યું છે અને ખાસ તો આ લોન ફકત ધંધા માટે જ રહેશે પોતાના મોજ-શોખ પુરા કરવા માટે નહીં મળે જેથી ધંધા માટેના લોન માટે જરૂ રી દસ્તાવેજો હોવા જરૂરી છે.

આરસીસી બેંક દ્વારા ફોર્મ ભર્યાના ૪ દિવસમાં જ લોન આપી દેવામાં આવે છે. ફોર્મમાં જરૂરી કેવાયસી ડોકયુમેન્ટ અને ૧/૧/૨૦૨૦ના રોજ ધંધો કરતા હોવા જોઈએ તે આધાર રજુ કરવાનો રહેશે અને ૨ સધર જામીન આપવા પડશે. અત્યાર સુધી આરસીસી બેંકોએ ઘણી લોન ચુકવી છે અને જેને લોનની જરૂ રીયાત છે તે પોતાની જરૂરીયાત મુજબના ડોકયુમેન્ટ આપી અને લોન મેળવી લે છે સાથે સાથે ઘણી બધી કો-ઓપરેટીવ સોસાયટીઓ લોન આપે છે અને નવેમ્બર સુધી આ લોનની સુવિધાઓ ચાલુ રહેશે. બેન્કને થાપણદારોના પૈસા જમા કરાવ્યા છે તે લોન ધારકોને આપવાના છે જેથી બેન્કને જામીનગીરી લેવી પડશે. કારણકે જેમ લોન આપવાની છે તેમ ડીપોઝીટનું હિત પણ જાળવવાનું છે જેથી જામીન ફરજીયાત લેવા જ પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.