Abtak Media Google News
  • 195 અર્બન કો-ઓપરેટીવ બેંકના 100 વર્ષની પૂર્ણાહૂતિ નિમિતે સન્માન: અંબ્રેલા સંગઠન એનસીએફડીસીની સફળતાની પ્રશંસા
  • અર્બન કો-ઓપરેટિવ બેંકો અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન હેઠળ આવે અને આગામી 100 વર્ષો સુધી અવિરત વિકાસ કરે: જ્યોતીન્દ્રભાઈ મહેતા

નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંકસ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ) દ્વારા ન્યુ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતીમાં નેશનલ કોન્કલેવનો ભવ્ય સમારોહ યોજાયેલ હતો અને તેમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 100 વર્ષથી વધુ સક્રિય કાર્ય કરનાર 195 અર્બન કો-ઓપરેટીવ બેંકોનું કેન્દ્રીના રાજ્યમંત્રી ભાવગત કરાડ દ્વારા ગરિમાપૂર્ણ સન્માન કરાયેલું હતું.

રાષ્ટ્રીય કોન્કલેવમાં અર્બન કો-ઓપરેટીવ બેંકો માટેનું એક યુનિક છત્ર, અંબ્રેલા ઓર્ગેનાઈઝેશનની રચનાની સાથે નેશનલ કો-ઓપરેટીવ ફાયનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીએફડીસી)ની સાથે સહકારી ધિરાણ સમિતિઓના કરારના મુદાઓ સહિતના વિષયો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી.

Nafcub Press Amitbhai06 Copy

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સહકારી ક્ષેત્રની પ્રશંસા કર્તા પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ અથવા તો સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિનું આહવાન કર્યું છે. સમગ્ર સમાજનાં આર્થિક સમૃદ્ધિના માર્ગદર્શન માટે કાર્ય કરીએ અને આ માટે સહકાર મંત્રાલય સંપુર્ણ સહયોગ આપશે. સહકારથી સમૃદ્ધિ અર્બન કો-ઓપરેટીવ બેંકો સાકાર કરશે. આ તકે આહવાન કરું છું કે દેશભરની નાનામાં નાનીથી લઈ સૌથી મોટી બેંકો એક સંગઠન બની, એક છત્ર હેઠળ કાર્યો કરે, આવનારા 100 વર્ષો સુધી સહકારી ક્ષેત્રનો અકલ્પનીય વિકાસ કરવા, અધતન ટેકનોલોજીનો મહત્તમ લાભ મેળવી વિશાળ જન સમુહને જોડવા આ જરૂરી છે. આ તકે વિશ્વાસ આપુ છું કે નિયમ પાલનમાં ક્યારેય પણ ભેદભાવનો સામનો કરવો પડશે નહિ.

નાફક્બના અધ્યક્ષ અને સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતાએ ઉપસ્થિત સહકારી માંધાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ‘એનસીએફડીસી ના માધ્યમથી અર્બન કો-ઓપરેટીવ બેંકનું એકત્રીકરણ, અંબ્રેલાની છત્ર હેઠળનું આવરણથી, આપણા ખાતેદરોને શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ મેળવવા શકશે અને તે થકી અર્બન કો-ઓપરેટીવ બેંકિંગ ક્ષેત્રની સમૃદ્ધિ, પારદર્શકતા અને સ્થિરતા નિયત થશે. એનસીએફડીસીનું નિમણિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના સહયોગથી થયું છે અને તે એક સ્વનિર્ભર સંસ્થા છે. આવતા 100 વર્ષો સુધી સફળતાથી અવિરત વિકાસ કરવો હશે તો આપણે સહુએ એનસીએફડીસીની સાથે મળીને કાર્ય કરવું જોશે. એનસીએફડીસીની સાથે અર્બન કો-ઓપરેટીવ બેંકોની 11,500 શાખાઓની સાથે દેશભરની પાંચ મુખ્ય બેંકિંગ સંસ્થાઓ પણ સામેલ થશે.

આ રાષ્ટ્રીય કોન્કલેવમાં અમિતભાઇ શાહ, બી. એલ. વર્મા, જ્ઞાનેશ કુમાર આઈએએસ, કેન્દ્રીય રજીસ્ટ્રાર, દિલીપભાઈ સંઘાણી, સતીષજી મરાઠે ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માંથી શૌલેષભાઈ ઠાકર, ડિરેકટરગ ણમાંથી ટપુભાઇ લીંબાસીયા, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, બાવનજીભાઈ મેતલિયા, ચંદ્રેશભાઇ ધોળકીચા, માધવભાઇ દવે, કાર્તિકભાઈ પારેખ, દેશભરના સહકારી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.