Abtak Media Google News

બાળકના જન્મની સાથે હેયર ટેસ્ટ ખૂબ મહત્વનો છે: નિરજ સૂરી

‘અબતક’નો લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં ઇએનટી સર્જન ગાંધીનગર નોડલ ઓફીસર નિરજ સૂરી દ્વારા બાળકોનું જન્મજાત બહેરા, મૂંગાપણું કઇ રીતે દૂર કરવું અને ક્યાં કોકલીયર ઇન્પ્લાન્ટ સર્જરી કરાવી તેમજ આ સર્જરીમાં ગુજરાત સરકારનો શું ફાળો છે. આ વગેરે વિશેની વિશેષ માહિતી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યા છે. આવો માહિતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ન: કેટલા પ્રમાણમાં બાળક જન્મથી જ બહેરા-મૂંગા હોય છે ?

જવાબ: દર વર્ષે ભારતમાં 2 થી 3 હજાર બાળક બહેરા-મૂંગા જન્મ લે છે.

પ્રશ્ન: કેટલા વર્ષનું બાળક હોય ત્યારે ખબર પડે છે કે બાળક સાંભળી શકે છે કે નહિં?

જવાબ: બાળકના જન્મથી લઇ 24 કલાકમાં જ ખબર પડી જાય છે કે બાળક સાંભળી શકે છે કે નહિં ત્યારે બાદ આ ટેસ્ટ ત્રણ મહિના બાદ પણ કરાવી શકે છે.

પ્રશ્ન: બાળકની ડેફીનેસ અને વડીલને ડેફીનેસમાં શું ફેર હોય છે?

જવાબ: બાળકમાં જન્મજાત ડેફીનેસ હોય છે. ક્યારેક એવું બને છે. 8-9 વર્ષના બાળકમાં ડેફીનેસ દેખાય છે. ક્યારેક વાયરસ ઇન્ફેક્શનને કારણે સંપૂર્ણ બોલવા સાંભળવાનું બંધ થઇ જાય છે. ક્યારેક ગલાપચોળીયામાં આવા કેસ બનતા હોય છે. કુદરતી રીતે જ્યારે 50-60 વર્ષ ડેફીનેસ આવે છે.

પ્રશ્ન: જે બાળક જન્મજાત બહેરા-મૂંગા હોય છે તે માટે ક્યા ઉપચાર હોય શકે છે?

જવાબ: જે બાળક જન્મજાત બહેરા-મૂંગા હોય છે. તેની કોકલીયર ઇન્પ્લાન્ટ સર્જરી કરવાથી સામાન્ય માણસની જેમ સાંભળી શકે છે.

પ્રશ્ન: ઇનપ્લાન્ટ સર્જરી કરવાથી કોઇ આડઅસર થાય છે?

જવાબ: ઇનપ્લાન્ટ સર્જરીથી કોઇપણ જાતનું મગજને નુકશાન થતું નથી. ગાંધીનગર 1000થી વધારે સર્જરી કરી છે પરંતુ હજુથી એકપણ કેસ એવો બન્યો નથી અને ઇનપ્લાન્ટ સર્જરી બાળક ની ચાર વર્ષ પહેલા થઇ જાય તો વધુ લાભદાયી નિવડે છે.

પ્રશ્ન: આ ઇનપ્લાન્ટ સર્જરી 100 ટકા સફળ સર્જરી છે?

જવાબ: આ સર્જરી કરાવીયે પહેલા ઘણા ટેસ્ટ કરવામાં આવે છે બધા ટેસ્ટ ઓપરેશનને અનુકૂળ છે. જો અનુકૂળ હશે તો 100 ટકા સર્જની સફળ થાય છે પરંતુ સર્જરી કરવાથી બાળક સાંભળી શકે છે પરંતુ તે બોલી શકવાનો નથી.

પ્રશ્ન: કહેવાય છે જે બાળક સાંભળી નથી શકતો તે બાળક બોલી પણ નથી શકતો જે વાત સાચી છે?

જવાબ: હા વાત સાચી છે ક્યારેક કોઇ કારણોસર સાંભળવાનું બંધ થઇ જાય તેવા લોકો બોલે છે. પરંતુ તે બહુ મોટે-મોટેથી બોલે છે. તેનું કારણ એ છે કે તે સાંભળી નથી શકતો એટલે તે કોઇ અવાજની ખબર પડતી નથી તેવી જ રીતે જે જન્મથી સાંભળી નથી શકતો એટલે જ તે બોલી શકતા નથી.

પ્રશ્ન: ઇનપ્લાન્ટ કરાવ્યા બાદ શું સારસંભાળ લેવી જોઇએ?

જવાબ: ઇનપ્લાન્ટ એ ખૂબ મોંઘી સર્જરી છે. આ સર્જરીનો તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉપાડે છે. આ સર્જરી 8 લાખમાં થાય છે. ઇનપ્લાન્ટ કરાવ્યા પછી થેરાપી બહુ જ જરૂરી છે. 20 ટકા સર્જરી અને 80 ટકા થેરાપીનો ભાગ હોય છે. ગુજરાત સરકાર થેરાપી સેન્ટરમાં મહત્વનો ફાળો રહેલો છે સાથે પરિવારના લોકો મોટીવેશન કરાવવાથી સફળ બને છે.

પ્રશ્ન: સ્પીચ થેરાપી શું છે તેમાં શું કરવામાં આવે છે?

જવાબ: સ્પીપ થેરાપીમાં સ્વર, વ્યંજન શીખડાવામાં આવે છે પછી ચિત્રમાં દેખાડીને અથવા ચિત્રવાર્તા દેખાડીને સ્પીચ થેરાપી આપવામાં આવે છે.

પ્રશ્ન: ઇનપ્લાન્ટ કરવાની મહત્તમ ઉંમર અને ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવો જોઇએ?

જવાબ: ઇનપ્લાન્ટ જન્મની 8 મહિના ઉંમર પણ કરી શકે અને 90 વર્ષના વડિલનું પણ કરી શકીએ છીએ.

પ્રશ્ન: ઇનપ્લાન્ટ કરેલા બાળક એકથી વધારે ભાષા શીખી શકે છે?

જવાબ: હા, ઇનપ્લાન્ટ કરેલા બાળક એકથી વધારે ભાષા શીખી શકે છે. બાળકને ભાષા શિખડાવવા માતા અને કુટુંબ કેટલું ધ્યાન અને મોટીવેટ કરે છે તેના ઉપર રહેલું છે.

પ્રશ્ન: ઇનપ્લાન્ટ કરેલા બાળક નોર્મલ જીવન જીવી શકે છે?

જવાબ: હા, એકદમ રેગ્યુલર જીવન જીવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.