Abtak Media Google News

સાહિત્યની અભિવ્યકિતમાં આજે અભ્યાસ-પ્રતિબઘ્ઘ્તાનો અભાવ: પદ્મશ્રી વિષ્ણુ પંડયા

અગાઉના સમયમાં અલ્પસાધનો, પ્રતિકુળતા વચ્ચે પણ પુરૂષાર્થી પત્રકારો થકી પત્રકારત્વની ગરિમા જળવાય હતી: લખવાની આંતરિક શકિતને વિકસાવવા માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન જરૂરી

સાહિત્યએ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. અત્યંત ગહન વિષય છે. આજે ડિજીટલ યુગમાં પણ એવા લોકો મોજુદ છે જે લખવાની સુજ-બુઝ વધારે છે. બસ જરુર છે માત્ર સાહિત્યની અભિવ્યકિતને ઊંડાણ, અભ્યાસ અને પ્રતિબઘ્ધતાની જરુર છે સાહિત્યના આ ગહન વિષય અંગે ચર્ચા કરવા આવે આપણી સાથે ‘ચાય પે ચર્ચા અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયા મોજુદ છે. જેની સાથે આપણે સાહિત્યના વિવિધ પરિબળો વિશે ચર્ચા કરીશું.

પ્રશ્ન:- સાહિત્યમાં સોશ્યિલ મિડીયા થકી નવા પ્રવાહોનો વ્યાપ વઘ્યો છે તો તેનાથી સાહિત્યને નુકશાન થયું છે કે ફાયદો?

જવાબ:- ફેસબુકથી માંડીને ઇમેઇલ સુધી સાહિત્ય અભિવ્યકત થાય છે. યુરોપમાં પણ સાહિત્યનું પ્રભુત્વ છે. સાહિત્યની અભિવ્યકિતની પાછળ ઊંડાણ જોઇએ અભ્યાસ જોઇએ જે પ્રતિબઘ્ધતા જોઇએ તેનો આજે અભાવ વર્તાય રહ્યો છે. તેમ જો કોઇ નામા લખવાની શકિતને ખીલવવાની વાત આવે તો તેને વિકસાવવા માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન આપવું પડે અને જો તે ન મળે તો આ શકિત મુરજાઇ જાય છે.

પ્રશ્ન:- લખવામાં મનફાવે તેવું લખાતું હોય છે આચાર સંહિતા હોવી જોઇએ તેવું નથી લાગતું?

જવાબ:- આચારસંહિતા માત્ર સાહિત્ય પૂરતી મર્યાદિત નથી. અન્ય વિષય ક્ષેત્રેના લખાણો પર પણ બીજી આલોચનાઓ એટલી જ થાય છે. સાહિત્યમાં ગંદા લખાણોની કક્ષા નથી એ સારું છે તેના પર પ્રતિબંધ મૂકવાથી કંઇ ન થાય, પ્રતિબંધના કારણે ડર પેદા થાય છે. અને તેથી 1975-76માં સાહિત્ય પણ સ્થગિત થઇ ગયું.

પ્રશ્ન:- પુસ્તકાલયોમાં સંખ્યા તો હોય છે વાંચકોની પણ સર્જનાત્મક સાહિત્યનું વાંચન ઓછું થતું હોય તેવું જોવા મળે છે. વાંચક વર્ગ ઘટયો છે શા માટે?

જવાબ:- હા સાહિત્ય વાંચનનો વાંચક વર્ગ ઘટયો છે તેનું કારણ એ છે કે બીજા આકર્ષણના ક્ષેત્રો વધારે છે. પણ પુસ્તકો જીવશે આજે જીવે છે અને કાલે પણ જીવશે. પણ આવતા દિવસોમાં ફરી એનો સાહિત્ય વાંચનનો યુગ આવશે.

પ્રશ્ન:- સાહિત્ય સામયિકોની અત્યારે સ્થિતિ શું છે?

જવાબ:- આર્થિક સ્થિતિ ખરાબ છે. જીવી રહ્યા છે, શબ્દ સૃષ્ટિને આર્થિક સહાય મળે છે તેનો વાંચક વર્ગ પણ વઘ્યો છે વાર્તાઓ, નિબંધો આવે છે પણ કાચા પાક હોય છે.

પ્રશ્ન:- સાહિત્ય અકાદમીના અસ્તિત્વથી સાહિત્યને કે સાહિત્યકારોને કયા કયા પ્રકારના લાભો થયા?

જવાબ:- જયારથી શરૂ થઇ તેને ઉત્તમ અઘ્યક્ષો મળ્યા છે. મહમંદ માંકડ, ભૂપત વાડોદરીયા, ભોળાભાઇ પટેલ વગેરેએ તેનું જતન કર્યુ છે.

જે આપણા મોટા ગજાના લેખકોને સુપ્રતિષ્ઠ કરવા ગૌરવ પારિતોષિક આપ્યો છે જેથી સાહિત્યમાંથી ઘણા લોકો સામે આવ્યા છે, ઉજાગર થયા છે.

પ્રશ્ન:- સાહિત્ય અકાદમીને સરકારની ચુંગાલમાંથી છોડાવો, એવી ચળવળ ચાલે છે તેના વિશે આપ શું કહેશો?

જવાબ:- વિવાદનો પ્રશ્ર્ન છે, સ્વાયતતાનો પ્રશ્ર્ન છે. કારણ કે દરેક લેખકને સ્વતંત્રપણે લખવાનો હક આપ્યો છે. સરકાર તેને મદદ કરે છે. જેથી સાહિત્યને પ્રોત્સાહન મળે નવા લેખકોની પ્રોત્સાહન મળે છે.

પ્રશ્ન:- ઝવેરચંદ્ર મેઘાણીની જન્મજયંતિ વર્ષ નીમીતે અકાદમીએ શું કાર્યો કર્યા છે?

જવાબ:- તેના તમામ સાહિત્યના 10 ગ્રંથોને અકાદમીએ પ્રકાશિત કરી છે. એ સિવાય ર8 ઓગષ્ટે તેમની જન્મજયંતિ નિમીતે અકાદમી દ્વારા મોટો કાર્યક્રમ થવાનો છે. ‘હેરી ટેજ ઓફ લિટરેચર’ બન્નેએ અકાદમીનો આદર્શ છે. જે નવી પેઢીને સ્પર્શે અને તે જોવા આવે તેવો અભિગમ છે.

પ્રશ્ન:- પત્રકારત્વની દશા અને દિશા બદલાઇ છે? તો આજનો યુગ આપને કેવો લાગે છે?

જવાબ:- નવું પત્રકારત્વ રોમાન્ટીક લાગે છે, યુવાનો આજે  સાહસ કરે છે. પહેલા તો અલ્પ સાધનો હતા છતાં પત્રકારત્વએ પોતાની ગરમી જાળવી પહેલાના પત્રકારો પુરૂષાર્થ હતા મોટા ગજાના હતા. આર્થિક સમસ્યા હોવા છતાં આ લોકો લડયા હતા. એ જમાનામાં સાપ્તાહિક અખબારો બહાર પાડતા હતા. ‘સૌરાષ્ટ્ર’ નામના અખબારની લોકો ઉત્સુકતાથી રાહ જોતા માહીતી અને મનોરંજનએ બન્નેનું મિશ્રણ મૂકવું જોઇએ જેના કારણે વિચાર જન્મે

પ્રશ્ન:- પહેલાના પત્રકારોની આપેક્ષમાં આજે થતી વ્યાકરણ-જોડણીની ભૂલોની નવી પેઢી પર શું અસર પડશે?

જવાબ:- આજે તો મોબાઇલ યુગ છે, પહેલાના જમાનામાં વાંચકોને પણ જોડણીની ભૂલો વાંચવામાં આઘાત લાગતો પણ આજે એવું નથી. પણ પત્રકારકત્વમાં ભાષા શુઘ્ધિ જરુરી છે.

પ્રશ્ન:- દરેક સ્માર્ટ ફોન ધારકો પોતાને પત્રકાર માને છે તો આ સ્થિતિ આવતા દિવસોમાં કેટલી નુકશાનદાયી રહેશે?

જવાબ:- આને આપણે રોકી નહીં શકીએ કારણ કે દરેકને આજે એવું લાગે છે. કે મારે કંઇક કહેવું છે માત્ર વ્યવસ્થા બદલવાથી કંઇ ન થાય, આના માટે વ્યકિત અને તેના સંસ્કાર બદલવા જોઇએ પણ આ આખો ઘણો ઊંડો વિષય છે.

પ્રશ્ન:- આજે અભ્યાસમાંથી ‘ઇતિહાસ’ વિષય જ નીકળી ગયો છે. તો આવનાર પેઢીને કંઇ ખબર નહી હોય તો આપણે તેને શું કહીશું?

જવાબ:- આના મૂળીયા આપણે જે રીતે ભણાવતા હતા તેમાં છે ઉતાવળથી ભણાવી દેવાય છે. ઇતિહાસને ઇતિહાસની જેમ ભણાવાતો નથી જેસ્પિરીટ જગાવે એ ઇતિહાસ પણ અત્યારે આવુ નથી રહ્યું.

પ્રશ્ન:- સરકાર હેરીટેજને મહત્વ આવે છે ઇતિહાસને પુનર્જીવીત કરવા માંગે છે લોકોનો રસ વધે એના માટે શું કરવું જોઇએ

જવાબ:- હેરીટેજના સ્થાનોની આખી જે ભૂમિકા છે તે બદલવી જોઇએ સહેલાણીઓ જાય ત્યાં મજા કરે એ માત્ર પ્રવાસન નથી, પરંતુ ધાર્મિક પ્રવાસન છે, ઐતિહાસિક પ્રવાસન છે એવી જગ્યાઓ જયાં ખર્ચ જ કરવો પડે છે.વિજયનગરની પોળો તરફ જવાય ત્યાં બીજો જલિયાવાલા  બાગ થયો’તો અને 1પ00 આદિવાસીઓને બ્રિટીશરો દ્વારા મારી નાખવામાં આવ્યા તા આ સ્થળે જવા માટે લોકોને પ્રેરિત કરવા જોઇએ આ માટે શાળા, કોલેજો, યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા જોઇએ.

ગુરૂ ગોવિંદ નામના આદિવાસી નેતાએ આદિવાસીઓને ભેગા કર્યા હતા. આવા પ્રવાસન સ્થળોને વિકસાવવા જોઇએ. આ માટે પ્રવાસન મંત્રી અને પ્રવાસન વિભાગે સક્રિય થવું જોઇએ.

પ્રશ્ન:- આજનો જે રાજકીય વિશ્ર્લેષણ ટ્રેન્ડ છે તે શું બરાબર છે?

જવાબ:- આજે જે રાજકીય વિશ્ર્લેષણ થાય તેનાથી પ્રથમ તો લોકોનું મનભ્રમિત થઇ જાય છે. વિશ્ર્લેષણ એ છે જેમાં વાત સ્પષ્ટ હોય એવા વિશ્ર્લેષણો આજે બહુ ઓછા છે.

પ્રશ્ન:- આજે વ્યકિત રાજકીય મુદ્દે પોતાનો અભિપ્રાય બાંધે છે સોશ્યલ મિડીયામાં શેર કરે છે તો શું આજનો દરેક વ્યકિત રાજકીય વિશ્ર્લેષણ છે?

જવાબ:- આજે તો ગમે તે વ્યકિત ટીવી પર આવી રાજકીય વિશ્ર્લેષણ બની રહ્યો છે. પરંતુ અમુક પ્રખર વિશ્ર્લેષણ જે માહીતી આપે તેમાંથી કંઇક ચોકકસ માહીતી મળી શકે છે. મેં તો ટીવી ચેનલો પર રાજકીય વિશ્ર્લેષણ પણ જોવાનું બંધ કરી દીધું છે.

પ્રશ્ન:- આપનું વિશ્ર્લેષણ તો તટસ્થ છે તો 2014 અને 2024માં લઇ શું કહેશો ?

જવાબ:- ગુજરાતની ચુંટણીના પરિબળો અલગ અલગ છે ‘આપ’ આવ્યું પણ તેના તત્વો બહાર નથી આવ્યા, અમુક લોકોને અમુક પાર્ટી કે નેતાઓ સાથે ફંડલીંગ છે અગાઉ પણ આવું થયું છે. એકંદરે કોંગ્રેસ પાસે નૈતિક તાકાત નથી રહી. જે નેતઅઓ છે તે કામ નથી આવે, કોંગ્રેસે સેવાદળ ઉપર વધારે ભાર આપવો જોઇએ જેમ ભાજપ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ છે આજે કોંગ્રેસનો કોઇ કાર્યકર કે નેતા પોતાને એકલો અઢૂલો માને છે. જો આ તમામ પરિબળો જોતા 2022માં કોઇપણ ભોગે કોંગ્રેસ સત્તામાં આવે તેવું લાગતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.