Abtak Media Google News

ગરમીમાં કોકોનટ વોટર પીવાથી શરીરને જેટલા લાભ થાય છે એટલા જ ફાયદા ચહેરા અને વાળ પર લગાવવાી થાય છે. ગરમીમાં મેજિકલ રિઝલ્ટ આપતું આ જાદુઈ પાણી કઈ રીતે ઉપયોગી છે એ જાણી લો…

નારિયેળ એકમાત્ર એવું વૃક્ષ છે જેને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. આ વૃક્ષની નીચે ઊભા રહીને જે કલ્પના કરો એ હકીકત બની જાય એવી વાતો પૌરાણિક કાઓમાં આવે છે. નારિયેળ એકેએક ભાગનો આપણે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ એની બીજી ખૂબી છે. આમેય નેચરની સુપ્રીમ ક્વોલિટી એનામાં છે. ક્યારેય વિચાર્યું છે કે ગુરુત્વાકર્ષણના નિયમની ઐસી કી તૈસી કરીને નારિયેળમાં પાણી કેવી રીતે આવ્યું હશે? આપણી તમામ કલ્પનાઓને પાછી પાડી દે એટલાબધા ગુણો નારિયેળ છે. ગરમીમાં નારિયેળપાણી અમૃતનું કામ કરે છે. જોકે ગરમીમાં નાળિયેરપાણી પીવાી શરીરની અંદર જેટલા લાભ થાય છે એટલા જ લાભ એના બાહ્ય ઉપયોગી પણ થાય છે. સ્કિન માટે એ બેસ્ટ ટોનર છે અને ચહેરાની અનેક સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે.

ડબલ ફાયદો

Cocnut Oil For Hairકેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશ્યમ અને સોડિયમ શરીર માટેનાં આ પાંચ મહત્વનાં તત્વો નારિયેળ પાણીમાં હોય છે; જેને કારણે શરીરને હાઇડ્રેટ કરવાી લઈને પાચન સુધારવા સુધી અને વજન ઘટાડવા માટે પણ એ ભરપૂર લાભકારી છે. શરીરની અંદર જઈને આ મેજિકલ ફ્રૂટનું મેજિકલ પાણી પોતાનું મેજિક દેખાડે એ તો સમજાય, પરંતુ શરીરની બહાર એટલે સ્કિન પર એ કઈ રીતે વર્ક કરે છે એની ટેક્નિકેલિટી જણાવતાં અંધેરીમાં ડર્મેટો-કોસ્મેટોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ન્યુટ્રિશન્સની દૃષ્ટિએ નારિયેળપાણી ખૂબ જરૂરિચ છે અને આ ન્યુટ્રિશન્સ સ્કિનની બહારના ભાગમાં પણ ખૂબ મહત્વનો રોલ ભજવે છે. નારિયેળની અંદર નેચરલી થોડુંક ક્રીમી સબસ્ટન્સ હોય છે જે તમારી શુષ્ક ત્વચાને એસેન્શિયલ ઑઇલની જરૂરિયાત પૂરી પાડે છે. નેચરલી તમારી સ્કિન હાઇડ્રેટેડ હોય તો એમાં ગ્લો આવશે. ત્વચા માટેનો ખોરાક નારિયેળપાણીમાં છે. બીજી એક મહત્વની વાત કે કોઈ પણ ફ્રૂટ હોય એમાં સહેજ માત્રામાં ઍસિડ હોય જ છે. આ માઇલ્ડ પ્રમાણમાં રહેલું ફ્રૂટ-ઍસિડ ત્વચાના ડાઘાઓ પર અસર કરીને એને ધીમે-ધીમે ઝાંખા કરવાનું કામ કરે છે. સ્કિનને સોફ્ટ કરવાી લઈને એનો રંગ નિખારવામાં અને ચહેરા પરના ડાઘા દૂર કરવામાં એમ દરેક રીતે એ ફાયદાકારક છે.

સ્પામાં ઉપયોગ

Coconut Resizedબ્યુટિશ્યન્સ દ્વારા નારિયેળપાણીનો સ્પામાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ ાય છે. જ્યારે પણ ક્લાયન્ટ નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હોય છે ત્યારે નારિયેળપાણી અને નારિયેળની મલાઈ મુખ્ય પ્રોડક્ટ હોય છે. કાચું દૂધ જેમ ટોનર તરીકે કામ કરે છે એમ જ નારિયેળનું પાણી પણ વધુ ઇફેક્ટિવ કુદરતી ટોનર છે. આ વિશે બોરીવલીમાં પોતાનું બ્યુટી-પાર્લર ચલાવતાં બ્યુટિશ્યન જીવી સોલંકી કહે છે, નારિયેળપાણી બેસ્ટ ક્લેન્ઝર પણ છે. સ્કિનના ડેડ સેલ્સ કાઢવા માટે, મોઢા પર તી પિમ્પલ્સની સમસ્યા દૂર કરવા માટે અને ડાઘા પર એનો ઉપયોગ ઇફેક્ટિવ છે. અમે લોકો નારિયેળની મલાઈ અને નારિયેળપાણીની પેસ્ટ બનાવીને સ્પામાં બોડી-મસાજમાં એનો ઉપયોગ કરીએ છીએ.

આ મસાજ બાદ સ્ટીમ લેવાી સ્કિનની અંદરના ભાગમાં કુદરતી રીતે હાઇડ્રેશન મળી જાય છે. ડ્રાય સ્કિનમાં તો આ પેસ્ટ ખૂબ જ સારું પરિણામ આપે છે. સનબર્નમાં પણ કોકોનટ વોટર હેલ્પ કરે છે. ત્વચામાં તી બળતરામાં એનો ઉપયોગ કરી શકાય છે. જોકે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કહીશ કે જેમની સ્કિન ઑઇલી છે તેમના માટે આ પાણીનો મસાજ કે મલાઈવાળી પેસ્ટી તો મસાજ તેમની ખીલની સમસ્યા વધારી શકે છે. આ સ્કિન- ટાઇપ ધરાવતા લોકો નારિયેળપાણીી ચહેરો ધોઈને ઇચ્છિત પરિણામ મેળવી શકે છે.

વાળ માટે પણ લાભદાયી

Ndfkjnh

તમારા શુષ્ક, ખરતા બરછટ વાળને ચમકીલા બનાવવામાં નારિયેળપાણી ખૂબ ઉપયોગી નીવડી શકે છે. કોપરેલ નહીં પણ નારિયેળના પાણીની જ વાત ચાલી રહી છે. નારિયેળના પાણીી વાળમાં મસાજ કરવાી બ્લડ-સક્યુર્લેશન સુધરે છે તેમ જ વાળને લગતાં ઉપયોગી ન્યુટ્રિશન્સ નારિયેળપાણીમાં હોવાી વાળને હાઇડ્રેટ કરવામાં એનો મહત્વનો રોલ હોય છે. નારિયેળપાણીમાં રહેલાં ઍન્ટિફંગલ અને ઍન્ટિબેક્ટેરિયલ તત્વો માામાં આવતી ખંજવાળ કે વાળના ખોડાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

આ ફેસપેક ટ્રાય કરો

Green Coconut Water Benefits For Beauty Skinમુલતાની માટીના પાઉડરમાં નારિયેળપાણી ઉમેરીને એની પેસ્ટ ચહેરા પર લગાડવાી ચહેરા પરના કાળા ડાઘ અને ત્વચા પરનું ટેન દૂર થાય છે.  ચપટી હળદર, એક ચમચી ચંદનના પાઉડરમાં નારિયેળનું પાણી ભેળવી એની પેસ્ટ બનાવી એને ફેસપેકની જેમ ત્વચા પર લગાડવાી ચહેરાનો રંગ નિખરે છે, ત્વચા ચમકીલી અને સોફ્ટ બને છે તેમ જ ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.