Abtak Media Google News
  • કોફી મધ્યપૂર્વની સંસ્કૃતિના ભાગરૂપે 7મી અને 9મી સદીમાં પીણા તરીકે ઉપયોગ થતો, જે આજે પણ અકબંધ
  • ત્રણ હજાર બીસીમાં ચીન દેશમાં બરફ જેવી આ વસ્તુમાં મધ, બદામ અને ફ્રૂટી ટોપિંગ્સ એડ કરતા 18મી સદીમાં આઇસ્ક્રીમ જાણીતો થયો
  • આઇસ્ક્રીમ મિશ્રણમાં કોફીનો ઉમેરો 1869માં લોકપ્રિય બન્યો હતો

Coffee Gelato Sous Vide 400Px

સદીઓથી ચાલી આવતી પીણા અને આઇસ્ક્રીમની પરંપરા આજે 21મી સદીમાં પણ અકબંધ છે. બાળથી મોટેરાને પણ પ્રિય આ બન્ને ખાદ્ય વસ્તુઓનો યુવા વર્ગમાં જબ્બર ક્રેઝ જોવા મળ્યો છે. આજે રાષ્ટ્રીય કોફી-આઇસ્ક્રીમ દિવસ છે ત્યારે વિશ્ર્વભરમાં તેની યુવા વર્ગ વિવિધ ઉજવણી કરી રહ્યો છે. આજના યુગમાં તો પરિવારજનો વિવિધ કોફી અને આઇસ્ક્રીમની વિવિધ ફ્લેવરો ઘરે જ બનાવે છે.કોફી અને આઇસ્ક્રીમ બન્ને માટે પ્રેમ રાખનાર વિશ્ર્વની કોઇપણ વ્યક્તિ આ ખાદ્ય વસ્તુથી એકબીજાને જોડે છે, અને પ્રેમસભર પાર્ટીનો આનંદ માણે છે. આજનો દિવસ જ કોફી અને આઇસ્ક્રીમના સંયોજનને સમર્પિત દિવસ છે.

Homemade Coffee Ice Cream Recipe 2

કોફી અને આઇસ્ક્રીમ બંને સદીઓથી અસ્તિત્વમાં છે. તેથી તેના બન્નેના સંયોજનથી શ્રેષ્ઠ સ્વાદ નિર્માણ થાય છે. ખાદ્ય પદાર્થો સાથે પીણાની શરૂઆત મધ્યપૂર્વની સંસ્કૃતિનો એક ભાગ હોવાને કારણે 7મી અને 9મી સદી વચ્ચે તેનો પીણા તરીકે ઉપયોગ થતો હતો. વિશ્ર્વનાં અન્ય ભાગો બાદ 1600ના દાયકામાં યુરોપમાં પ્રચલિત થઇ ગઇ હતી. 17મી સદીમાં તે પ્રચલિત થઇ ગઇ હતી. ઉચ્ચ સમાજના ઓટ્ટોમન સાથે ફ્રેન્ચ સંબંધો વિશ્ર્વમાં કોફી લાવ્યા હતા.

1484758909626

આઇસ્ક્રીમ જેવી જ વસ્તુ ખાવાની ઉત્પતિ સંભવત: પ્રથમ સદીના પ્રારંભે રોમન નેતાઓ પર્વત પર દોડનારાઓને બરફ મેળવવા મોકલતા હતા જે પછી તેમાં મધ-બદામ અને ફ્રૂટી ટોપિંગ્સ સાથે સ્વાદસભર વસ્તું બનાવતા હતા.

3 હજાર બીસીમાં ચીનમાં તેની પ્રગતિ થઇ અને આધુનિક યુગમાં 18 અને 19મી સદીમાં આઇસ્ક્રીમ લોકપ્રિય બનતાની સાથે જ બ્રિટન અને અમેરિકામાં તે જાણીતો થયો. આઇસ્ક્રીમ સાથે કોફીનો ઉમેરો 1869માં પ્રથમવાર થયો હતો. 1919ની કુકબુકમાં એગ કોફી નામના ચોક્કસ પ્રકારના આઇસ્ક્રીમનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ક્રિમ, ક્રશ કરેલ બરફ અને કોફી સીરપનો સમાવેશ થયો હતો. આજના યુગમાં યુવા વર્ગ કોફી-આઇસ્ક્રીમનો દિવાનો છે અને કોઇપણ પાર્ટીમાં તે બન્નેની હાજરી અચુક જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.