Abtak Media Google News

સરકારે ખાતરી આપ્યા બાદ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હજારો વીસીઈ હડતાળમાં જોડાશે

સરકારે ખાતરી આપ્યા બાદ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંતે રાજ્યની પંચાયતોનાં હજારો વીસીઈઓએ તા.8 મીથી બેમુદ્દતી હડતાળનું એલાન આપ્યું છે. રાજયની ગ્રામ પંચાયતોમાં સરકારી યોજનાઓનાં અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિલેજ કોમ્પ્યુટર માત્ર કમિશન બેઈઝ કામ કરી રહયા છે લધુતમ વેતન સહિતની ફરી બેમુદતી જાહેર કરવાનું એલાન કર્યુ છે.

તેમની પડતર માગણીઓ ઉકેલવાની ખાતરી આપ્યા બાદ સરકારે નિરાકરણ નહિ લાવતા અંતે રાજય વીસીઈ મંડળે અગાઉ સાહસિક (વીસીઈ ) ઓપરેટર છેલ્લા 16 વર્ષથી પગાર વિના સ્થગિત કરેલી રાજય વ્યાપી હડતાળ તા. 8 સપ્ટેમ્બર 2022 થી શરૂ કરવાની જાહેરાત કરી છે.

પીએમ કિસાનની વેરીફિકેશન એન્ટ્રી માત્ર એક રૂા.માં કરવાના મજાકરૂપ પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો છે.કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે મફત કામ કરીશું, કમિશન પરિપત્ર કરનારને આપી દેજો.

રાજયનાં વીસીઈ છેલ્લા કેટલાક સમયથી સરકારમાં ફિકસ પગાર અને જોબ સુરક્ષા સહિતની માગણીઓ અંગે રજુઆત કરી રહયા છે. અગાઉ સરકાર સાથેની બેઠક બાદ પ્રશ્નોનું ટુંક સમયમાં નિરાકરણ લાવવાની મંત્રીઓએ ખાતરી આપતા તા. 1 લી જુન 2022થી હડતાળ સ્થગિત કરી હતી પરંતુ બે મહિના કરતા વધુ સમય થવા છતાં કોઈ ઠરાવ નહિ થતાં અંતે ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ ફરી તા. 8 – 9 થી હડતાળનું એલાન જાહેર કર્યુ છે. મંડળનાં હોદેદારોએ જણાંવ્યુ હતું કે, આજે પંચાયત મંત્રીને મળવા કલાકો સુધી પ્રયાસો કરવા છતાં મળ્યા ન હતા. છેલ્લે એક સપ્તાહમાં બેઠક કરી પ્રશ્નોનો ઉકેલ લાવીશું તેવી ખાતરી આપી હોવા છતાં સપ્તાહમાં કોઈ મંત્રણા કરવામાં આવી નથી.

દરમિયાન રાજયની ખેતી નિયામક કચેરીનાં પીએએ કિસાનની રજુઆત કરી હતી. વિભાગે તા. 4 નાં રજાના દિવસે એવો પરિપત્ર કર્યો કે પીએમ કિસાનનાં લાભાર્થીઓનાં 12 હપ્તાનાં ડેટા વે2ીફેકશનની કામગીરી વીસીઈને કરવાની રહેશે અને એક લાભાર્થી દીઠ રુ. 1 નું મહેનતાણું મળશે તેવો મજાક કરતો પરિપત્ર કરતા વીસીઈ માં ભારે રોષ ઉભો થયો છે. રાજકોટ જિલ્લા સહિતનાં મંડળોએ ખેડૂતોનું એન્ટ્રીનું કામ મફત કરી આપીશું અને એક રુપિયો મહેનતાણું આપવાનો પરિપત્ર કરનાર અધિકારીને અમારું મહેનતાણું આપી દેજો તેવો વળતો જવાબ સરકારને આપ્યો છે . આજે કેટલાક હોદેદારોએ ખેતીભવનમાં રુબરુ પણ આ મામલે ચર્ચાઓ કરી હોવાનું જાણવાં મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.