Abtak Media Google News

ગુજરાતના ગૃહ વિભાગની સુચના બાદ રાજ્યમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ લોકદરબાર યોજવામાં આવે છે જેના દ્વારા વ્યાજના ચુંગાલમાં ફસાયેલા લોકો આગળ આવીને ફરિયાદ કરે તે માટે પ્રયાસ કર ત્યારે જામનગરમાં પણ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં રાજકોટ રેંજ આઈ.જી.અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસ.પી.પ્રેમસુખ ડેલુની હાજરીમાં દરબારગઢના ચોકમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો જેમાં સામે આવેલી રજુઆતો ભારે ચોકાવનારી હતી. અમુક ફરિયાદીઓ દ્વારા પોલીસ વિભાગ સામે જ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

લોક દરબારમાં અરજદારો થયા ભાવુક

લોકદરબારમાં અરજદારોએ પોતાની વેદના પોલીસ સામે સંભળાવીને ભાવુક થયા હતા. રેન્જ આઈ.જી પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

અરજદારે કર્યા પોલીસ પર આક્ષેપ

લોક દરબારમાં અરજી આપવા આવેલા હાસમ સમાં ફરિયાદીએ કહ્યું હતું કે હું ડુંગળીની લારી ચલાવું છું. મે પોલીસ પુત્ર સહિત ૨ લોકો પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા કોરો ચેક આપીને લીધા હતા અને તેના એક લાખ કરીને બેંકમાં ભર્યા હોવાના ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપ કરતા તેમને જણાવ્યું હતું કે પોલીસ પુત્રના પિતા કહે છે કે તને ચરસના કેસમાં ફીટ કરવી દઈશ. ત્યારે આવી ધમકી આપતા મારે આપઘાત કરવાની ફરજ પડશે

લોક દરબારમાં લોકો પોતાની અરજી કહેતા સન્નાટો છવાઈ ગયો હતો. એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સેન્ટીંગના ટેકા ચોરાઈ જવાના કેસમાં બે વર્ષ થયા પરંતુ એ ડિવિઝન પોલીસે ફરિયાદ લીધી જ અને ફરિયાદ લેવાના બદલે ડરાવે છે.

રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા અંદાજે ૩૦૦ લોક દરબાર યોજીને અનેક વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જામનગરમાં પણ તમામ અરજીઓ સાંભળી આઇજી અશોક યાદવે કહ્યું આવેલ રજૂઆતોના દરેક કિસ્સાઓમાં જરૂરી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.