Abtak Media Google News

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મટન માર્કેટના 17 ગાલા એકસાથે સીલ કરવામાં આવતા ખળભળાટ સાથે ચકચાર મચી ગઇ છે. ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે લાયસન્સ વગરની અને અનહાઇજેનીક મીટ અને ચીકન શોપ, સ્લોટર હાઉસ પર જામ્યુકોએ તવાઇ બોલાવી છે. કાલાવડ નાકા બહાર મહાપાલિકાની જુદી-જુદી શાખાએ સીલીંગ કાર્યવાહી કરતા લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. આ કામગીરીના પગલે મટનના ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઇ છેમટન માર્કેટ બંધ લાયસન્સ વિનાના 17 ગાલા સીલ સીલીંગ કામગીરીના પગલે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ લાયસન્સ વગરની અને અનહાઈજેનીક મિટ તેમજ ચીકન શોપ-સ્લોટર હાઉસ પર તંત્રએ તવાઈ ઉતારીકાલાવડ નાકા બહાર મહાપાલિકાની જુદી-જુદી શાખા ઉતરી પડી મટનના ધંધાર્થીઓમાં દોડધામ જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલી મટન માર્કેટના 17 ગાલા એકસાથે સીલ કરવામાં આવતા ખળભળાટ સાથે ચકચાર મચી ગઇ છે. ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે લાયસન્સ વગરની અને અનહાઇજેનીક મીટ અને ચીકન શોપ સ્લોટર હાઉસ પર જામ્યુકોએ તવાઇ બોલાવી છે.

કાલાવડ નાકા બહાર મહાપાલિકાની જુદી-જુદી શાખાએ સીલીંગ કાર્યવાહી કરતા લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. આ કામગીરીના પગલે મટનના ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઇ છે.જામનગર મહાપાલિકાની હદ વિસ્તારમાં આવતી મીટ અને ચીકન શોપ, સ્લોટર હાઉસ કે જે લાયસન્સ વગરના અને બિનઆરોગ્યપ્રદ હોય તેવા એકમ અને બંધ અને સીલીંગ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો હતો. જેના અનુસંધાને મનપાના કમિશ્નરે મનપાની એસ્ટેટ, ફુડ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, શોપ શાખાના અધિકારીઓને આ સીલીંગ સહિતના પગલાં લેવા હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.