Abtak Media Google News

આગામી ચાર દિવસ ઠંડીનો પારો 10 થી 16 ડીગ્રી રહેવા પામશે: રાજકોટનું 13.3 ડીગ્રી

ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે રાજકોટ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

રાજકોટમાં 13.3, ડીસા 10.8અને ભુજ 12.8 તાપમાનમાં ઠુંઠવાયું હતું. જ્યારે રાજ્યના અન્ય વિસ્તરોમાં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું.જેમાં વડોદરામાં 13.4, ભાવનગરમાં 12.8, દ્વારકામાં 16.6, કંડલામાં 13.6, પોરબંદર 17, સુરત 16.8 અને વેરાવળમાં 17 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ 10.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો 11થી 16 ડિગ્રી વચ્ચે નોંધાતા ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં સતત હિમ વર્ષાના કારણે જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતમાં પણ શીત લહેર ફરી વળશે. ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં સતત હિમ વર્ષાના કારણે જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતમાં પણ શીત લહેર ફરી વળશે.

ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં આગામી થોડા દિવસો શીત લહેરની વકી રહેલી છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. કાતિલ ઠંડીના પ્રવાહો આગામી 24 જાન્યુઆરી સુધી યથાવત રહી શકે છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી વધુ ગગડી જશે તો ક્યાંક પારો 8 ડિગ્રી કરતા પણ ગગડી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.