Abtak Media Google News

આગામી 3 દિવસ રાજ્યમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે

રાજ્યમાં ચૂંટણી સાથે ઠંડીની મોસમ પણ જામી ચૂકી છે. 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જેમાં 14.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં સરેરાશ લઘુતમ  તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્તાહમાં નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જતો જ હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં 14.8 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી 3 દિવસ રાજ્યમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.

Advertisement

રાજકોટમાં આજે વહેલી સવારે 21.5 ડિગ્રી લઘુતમ જ્યારે આજે દિવસ દરમિયાન 33 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ રાજ્યમાં 17 થી 19 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી શનિવારથી ઠંડીનું જોર વધશે અને તાપમાન 16 ડિગ્રીથી નીચે જઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.