Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત  રાજયભરમાં  ઠંડીનું  જોર વધ્યું છે. આજે રાજકોટમાં  એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો  પારો ચાર ડિગ્રી સુધી નીચે પટકાતા  શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. આગામી દિવસોમાં   હજી ઠંડીનું જોર વધશે તેવી  સંભાવના  જણાય  રહી છે. જૂનાગઢમાં ગીરનાર પર્વત પર આજે તાપમાનનો પારો સિંગલ  ડીઝીટમાં પહોચી ગયો હતો.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનો  ચમકારો: વાદળછાયું  વાતાવરણ

રાજકોટમાં આજે લઘુતમ તાપમાન  14.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.  ગઈકાલે લઘુતમ તાપમાન  18 ડિગ્રી   રહેવા પામ્યું હતુ આજે અકે જ દિવસમાં તાપમાનનો પારો 3.4 ડિગ્રી સુધી નીચોપટકાયો હતો.  7 કી.મી. ની ઝડપે ઠંડાગાર પવનો ફૂંકાયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ  68 ટકા નોંધાયું હતુ. જૂનાગઢનું  લઘુતમ તાપમાન  14.9 ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં  ભેજનું પ્રમાણ  78 ટકા રહેવા પામ્યું હતુ. જયારે પવનની ઝડપની ગતિ 3.2 કિ.મી.  રહેવા પામી હતી. ગીરનાર ર્વત પર તાપમાનનો પારો સિંગલ   ડિજિટ એટલે કે  9.9 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ.  રાજયભરમાં  ઠંડીનું   જોર વધ્યું છે. વાદળછાંયા   વાતાવરણના  કારણે ઠારનો અનુભવ થઈ રહ્યો છે.ઠંડાગાર  પવનો ફૂંકાય રહ્યા છે.

ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં શિયાળાએ જમાવટ કરી  હોય તેવું  લાગી રહ્યું છે. આગામી દિવસોમાં  ઠંડીનું  જોર વધશે  ડિસેમ્બર  માસના અંત  સુધીમાં   કાતીલ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.