Abtak Media Google News

વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં જીએસટી કલેકશનમાં ૯ ટકાનો વધારો

દેશભરમાં જયારે આર્થિક સંકળામણનો સામનો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા જીએસટીને અમલી બનાવ્યા બાદ દેશની આવકમાં વધારો થવા માટે એકમાત્ર સૌથી ઉત્તમ હથિયાર હોય તો તે જીએસટી છે. જીએસટી કલેકશન જેટલા અંશે વધશે તેટલા જ પ્રમાણમાં દેશની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળશે. સરકાર અને નાણામંત્રાલય દ્વારા અનેકવિધ પગલાઓ જીએસટીને સુદ્રઢ બનાવવા માટે હાથ ધરવામાં આવ્યા છે ત્યારે જીએસટીનાં વેપારીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે દિશામાં પણ હાલ ચર્ચા અને વિચારણા થઈ રહી છે.

7537D2F3 1

વિશેષ‚પથીગુડઝએન્ડસર્વિસટેકસનીઅનેકગણીચીજવસ્તુઓમાંપણસરકારે જીએસટી દર ઘટાડયો છે જે આગામી સમય માટે અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત થશે. સરકારની ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથનું જે લક્ષ્ય સાધવામાં આવ્યું છે તેને પરીપૂર્ણ કરવા માટે જીએસટી અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે ત્યારે જીએસટી કલેકશનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૧૯નાં ડિસેમ્બરની માસની વાત કરવામાં આવે તો સતત બીજા મહિને એટલે કે ડિસેમ્બર માસમાં ૧.૦૩ લાખ કરોડ રૂપિયા નું કલેકશન હાથ ધરવામાં આવ્યું હતું જે ૨૦૧૮ ની સરખામણી માં ૯ટ કાનો વધારો જોવા મળ્યો હતો.

જીએસટી રેવન્યુ સતત બીજા મહિને ૧ લાખ કરોડ રૂપિયા થી વધુ રહી હતી જો કે નવેમ્બરમા સનીસર ખામણીમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો હતો. સરકારને નવેમ્બરમાં જીએસટીથી ૧ લાખ ૩હ જારકરોડ રૂપિયા જાહેર કર્યા હતા ત્યારે નાણામંત્રાલય દ્વારા આંકડા કિય માહિતી રજુ કરવામાં આવી છે જેમાં સેન્ટ્રલજીએસટી પેટે ૧૯,૯૬૨ કરોડ, સ્ટેટ જીએસટી પેટે ૨૬,૭૯૨ કરોડ, આઈ જીએસટી પેટે ૪૮,૦૯૯ કરોડ જેમાંથી ૨૧,૨૯૫ કરોડ રૂપિયા ઈમ્પોર્ટ મારફતે મળ્યા છે જયારે સેસ પેટે ૮૩૩૧ કરોડ રૂપિયા જીએસટી વિભાગ ને મળ્યા હોવા નું સામે આવ્યું છે. જુલાઈ-૨૦૧૭માં જીએસટી અમલી બન્યા બાદ અત્યાર સુધીમાં ૯ વખત કલેકશનમાં સરકારનું લક્ષ્ય ૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ડિસેમ્બર-૨૦૧૮ ની સરખામણી એ જીએસટી કલેકશનમાં અધધ ૯ ટકા નો વધારો થયો છે. ઘરેલુ ટ્રાન્ઝેકશનથી જીએસટી કલેકશનમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો છે.

આંકડાકિય માહિતી મેળવવામાં આવે તો જીએસટી પેટે ૧ લાખ કરોડ રૂપિયા નું કલેકશન કયારે થયું તે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. એપ્રિલ-૨૦૧૮માં જીએસટી કલેકશન ૧.૦૩ લાખ કરોડ, ઓકટોબર-૨૦૧૮માં ૧ લાખ કરોડ, જાન્યુઆરી-૨૦૧૯માં ૧.૦૨ લાખ કરોડ, માર્ચ-૨૦૧૯માં ૧.૦૬ લાખ કરોડ, એપ્રિલ-૨૦૧૯માં ૧.૧૩ લાખ કરોડ, મે-૨૦૧૯માં ૧ લાખ કરોડ, જુલાઈ-૨૦૧૯માં ૧.૦૨ લાખ કરોડ, નવેમ્બર-૨૦૧૯માં ૧.૦૩ લાખ કરોડ અને ડિસેમ્બર-૨૦૧૯માં જીએસટી કલેકશન ૧.૦૩ લાખ કરોડનું રહેવા પામ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.