Abtak Media Google News

 87 જેટલા બાળકોનું પુન:સ્થાપન સાથે સમાજ સુરક્ષામાં મહત્વપૂર્ણ પ્રદાન કરતું રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ

રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા ઉત્તરપ્રદેશના માનસીક અસ્થીર એવા બાળક અનમોલ જયપાલસિંહ ઉ.વ.14 નું તેના પરિવારને શોધી પૂન:મીલન પારિવારીક મીલનના હદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકના પિતા સહિત સંબધિત જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના સ્ટાફમાં પણ હર્ષની લાગણી વ્યાપી હતી.  આ સંવેદનાસભર બનાવને વિગતવાર જાણીએ તો રાજકોટ જિલ્લાના ખાતે પડધરી ખાતે પોલીસને રખડતી ભટકતી હાલત માનસીક અસ્થીર એવો બાળક અનમોલ જયપાલસિંહ મળી આવેલ હતો. બાળકની પ્રાથમિક પુછપરછ કરતા આ 14  વર્ષની વયનો માનસિક અસ્થિર બાળક અનમોલ જયપાલસિંહ મુળ નદરઇ, તા. છાવની,જિ. કાસગંજ, ઉત્તર પ્રદેશનો હોવાનું અને ટ્રેન મારફત પડધરી ખાતે આવેલ હોવાનું જાણવા મેળલ હતું.

જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુ  અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન ગોસ્વામીને આ માનસિક અસ્થિર બાળક મળી આવ્યાની જાણ થતા જ બાળકના વાલી વારસ શોધવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતા.  આ દરમિયાન બાળકને સરકારી બાળગૃહ ખાતે કાળજી અને રક્ષણ હેઠળ રાખવામાં આવેલ હતું. જયારે બાળકના વતનમાં બાળક ગુમ થતા ચિંતાતુર બનેલ પરીવારે બાળકી શોધખોળ આરંભી હતી. તેવા સમયે પડધરી પોલીસ દ્વારા અને સંસ્થાના સ્ટાફ દ્વારા સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરતા બાળકના વાલી વારસ મળી આવેલ જેનો ટેલિફોનિક સંપર્ક કરી બાળક વિશે જાણકારી આપી બાળક સહિ સલામત અને રાજકોટ બાળ ગૃહ ખાતે હોવાની માહિતી આપવામાં આવતા ચિંતાતુર બનેલ પરીવારે રાહત અનુભવી હતી. સંસ્થા દ્વારા બાળક રાજકોટ બાળગૃહ ખાતે હોવાની જાણ થતા તુરંત જ બાળકને લેવા માટે તેના પિતાજી આવેલ અને બાળકને સહિ સલામત અને હેમખેમ જોઇને આનંદ અને હર્ષની લાગણી અનુભવેલ માન જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુ સાહેબ દ્વારા ખુશીના માહોલમાં બાળકનો કબ્જો તેના પિતાજીને સોંપવામાં આવતા તેમના હર્ષની લાગણી સાથે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ પ્રત્યે કૃત્જ્ઞતા વ્યકત કરી હતી. બાળક સાથે પુન:મીલન થતાં સંવેદનાસભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

પડધરી પોલીસની કાબેલિયત કામે લાગી

પરપ્રાંતીય બાળકને તેમના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં પડધરી પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર જે ગોહિલની સૂચનાથી તરઘડી ગામમાં એક બાળક ક્યાંકથી આવી ગયું છે એવી માહિતી મળતાં જમાદાર અલ્પેશભાઈ રાઠોડ તથા વશરામભાઈ કાળોતરા તથા સુરેશ ભાઈ ઓતરદિય તરઘડી ગામે ગયા હતા ત્યાં ગામના માણસોએ આ બાળક પોલીસને સોંપી દીધું હતું. ત્યાં આ બાળકને નાસ્તો કરાવ્યાં બાદ પોલીસ સ્ટેશન ખાનગી વાહનમાં લાવ્યા હતા. ચાલુ ગાડીએ બાળકનો વિડિયો ઊતર્યો બાદમાં ગૂગલ માંથી એક પી. આઇ. નો નંબર મળ્યો જેની સાથે વાત કરતા તેઓએ આ વીડિયોને વાયરલ કરેલ એમાં મો .નંબર એડ કરેલ જેથી આ બાળકને પોલીસ સ્ટેશનથી વિધિ પતાવી અધિકારીના કહેવાથી આ બાળક ને રાજકોટ સાંઢિયા પુલ પાસે આવેલ અનાથ બાળકોને રાખવાની સંસ્થામાં મુકવા ગયા ત્યાં મુકીને ગેટ પર પાછા પહોંચ્યાં ત્યાં બાળકના ભાઈનો ફોન આવ્યો અને આ બાળક બાબતે વાત થઇ હતી. તેમને બાળકનો ફોટો મોકલ્યો એ બાદમાં એમના પૂરા પરિવાર સાથે વિડિયો કોલ માં વાત કરી હતી. તેવો બાળકને લઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.