Abtak Media Google News

તળાવની વિધિવત પૂજા-અર્ચના સાથે શહેરમાં ખાડા અને ગટરના પ્રશ્ર્ને રોષ વ્યકત કરતા નગરજનો

આ વર્ષે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જેથી ભૂજનું હમીરસર તળાવ ઓગનયુ એટલે કે છલકાયું છે જેના વધામણા કરવા માટે ખાસ રજાની જોગવાઈ કરીને કલેકટરે રજાનો આદેશ જાહેર કર્યો છે. આ વધામણા સાથે નગરજનો અને વેપારીઓએ ભુજમાં ખાડાઓ અને ગટરના પ્રશ્ર્ને હૈયાવરાળ પણ ઠાલવી હતી.

ગઈ રાત્રે મેઘરાજા એ ભુજ પર મહેર કરી આખરે હમીરસર સરોવરને પોતાના જળ થી છલોછલ ભરી ભુજના લોકોને ઉત્સવ મનાવવા અને તળાવને રાજાશાહી પરંપરા મુજબ વધાવા માટે તેમજ નગરજનો આ હમીરસર તળાવના વધમણા ઉત્સવ માણી શકે તે માટે ખાસ રજા ની જે જોગવાઈ કરવામાં આવેલ છે તે માટે કલેકટરએ ખાસ આદેશ બહાર પાડ્યો હતો. જે સંદર્ભે ભુજ ના નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ શાસ્ત્રોના વિધિવિધાન સાથે પૂજા અર્ચના સાથે હમીરસર તળાવના જળ ને વિધિવત વધાવ્યું હતું. આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ રાણા, ઉપપ્રમુખ રામ ગઢવી, ચીફ ઓફિસર નિતિન બોડાત, કાઉન્સિલરઓ સાથે અનેક મહાનુભાવો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હમીરસર તળાવના વધામણાં સાથે ભુજના નગરજનો તથા વેપારીઓ હૈયા વરાળ ઠલવાતા નજરે પડ્યા હતા. ઠેર ઠેર ખડાઓ અને ગટર લાઇનનો પ્રશ્ન વર્ષો થી તંત્ર ઉકેલી શક્યું નથી. ગટર અને પાણી માટે કરોડો રૂપિયાના કામો થયા પણ આ બે પેચીદા પ્રશ્નોનો ઉકેલ આજ દિવસ સુધી ભુજ નગરપાલિકા નથી શોધી શકી.

હમીરસર તળાવ છલકાવાની ઉજવણીમાં ભુજ નગરપાલિકાના ચેરમેન ભરતભાઈ રાણા ચેમ્બર ઓફ કોમર્સના એન્ડ ઈનડસ્ટ્રીઝના, સેક્રેટરી દિલીપભાઈ કોરડિયા, નગર સેવક જલધિ વ્યાસ, ભોમિક વછરાજાની વિગેરે હાજર રહી ઓગનવિધી અંગે સમીક્ષા કરી હતી  હમીરસર તળાવ છલકાતા રાજ્યના રાજ્ય મંત્રી  વાસણભાઇ આહિર, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે, કુંવર ઇન્દ્રજીત સિંહજી જાડેજા વિગેરે મહાનુભવોએ ભુજના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.