Abtak Media Google News

કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તેની તકેદારીના સુચનો

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 31 ડીસેમ્બરે રાજકોટ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર મહેશ બાબુએ બેઠક કરી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા માટેનો ચુસ્ત બંદોબસ્ત કરવા સંબંધિત સમિતિના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.  કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે ઉપસ્થિતોને આવકાર્યા હતા.

મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે યોજાનારી બેઠક વ્યવસ્થામાં કોવિડ પ્રોટોકોલનુ સંપૂર્ણપણે પાલન થાય તે બાબતનું ધ્યાન રાખવા કલેકટરશ્રીએ ખાસ સુચના આપી હતી. કાર્યક્રમ દરમ્યાન દર્શાવનારી ફિલ્મ, સુશોભન વ્યવસ્થા, લાભાર્થીઓને ચેક વિતરણ, વિકાસ કામોની ઈ તકતીઓ, પાર્કિંગ, 31 ડિસેમ્બરે રાજકોટ પધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે બાબતે વિશેષ ધ્યાન આપવા જિલ્લા કલેકટરે સંબંધિત સમિતિઓના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી કાર્યક્રમની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીના રોડ શો અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, તથા સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન થઈ શકે, તે માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જે. કે. પટેલ, એડિશનલ કલેક્ટર  ચૌધરી તથા  ધાધલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિતુલ પટેલ, પ્રાંત અધિકારીઆ ચરણસિંહ ગોહિલ,  સિદ્ધાર્થ ગઢવી,  વીરેન્દ્ર દેસાઈ તથા  પૂજા જટણીયા, જિલ્લા પુરવઠા અધિકારી  પ્રશાંત માંગુડા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લા વાહન વ્યવહાર અધિકારી પી.બી.લાઠીયા, જિલ્લા શિક્ષણાધિકારી  બી.એસ કૈલા, તથા કાર્યક્રમની વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.