Abtak Media Google News

સ્થળ ઉપર મેડિકલ ટિમ તૈનાત રાખવા તેમજ જરૂરી વ્યવસ્થા જાળવવા સહિતના સૂચનો અપાશે

યુવાનોમાં વધતા હાર્ટએટેકથી કલેકટર તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં કલેકટર દ્વારા ગરબા આયોજકો સાથે ગુરૂવારે બેઠક ગોઠવવામાં આવી છે. આ વેળાએ ગરબા આયોજકોને જરૂરી સૂચનો પણ આપવામાં આવશે.

Advertisement

તાજેતરમાં યુવાનોના હાર્ટએટેકનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ગરબા રમતા રમતા પણ યુવાનોનું હાર્ટ એટેકથી મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર આ મામલે સક્રિય બન્યું છે. મળતી માહિતી અનુસાર કલેકટર પ્રભવ જોશી દ્વારા આગામી ગુરુવારે બપોરે 1 કલાકે શહેરના 39 જેટલા અર્વાચીન ગરબા આયોજકોને બોલાવવામાં આવ્યા છે. તેઓ આ તમામ આયોજકો સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમાં કલેકટર તંત્ર દ્વારા સ્થળ ઉપર મેડિકલ ટિમ તૈનાત રાખવા તેમજ જરૂરી વ્યવસ્થા જાળવવા સહિતના સૂચનો અપાશે.  વધુમાં કલેકટર તંત્ર પોતાની ટિમો પણ નવરાત્રીમાં દોડાવે તેવી શકયતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તો ગરબા સ્થળે એમ્બ્યુલન્સ ગોઠવવાની પણ પહેલ શરૂ થઈ છે. જેથી જો ગરબા રમતા રમતા કોઈ ખેલૈયાની તબિયત લથડે તો સારવાર મળવામાં જરા પણ વિલંબ ન થાય.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.