Abtak Media Google News

 કલેકટરે જાહેરનામું બહાર પાડી આવન જાવન માટે વૈકિલ્પક રૂટ જાહેર કર્યો

 રાજુલા શહેરમાં ટ્રાફિક સંચાલન માટે કે તેથી વધુ વ્હીલ ધરાવતા હોય તેવા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. રાજુલા શહેરમાં સવારે 8.00થી રાત્રે 9.00 કલાક સુધી આવા વાહનોના પરિવહન માટે પ્રતિબંધ રહેશે. વાહનો માટે રાજુલા શહેરમાંથી પસાર થવાને બદલે આપવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવા અંગેજિલ્લા કલેક્ટર જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. અંગે અગાઉ પ્રાથમિક જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું હતું, વધુમાં યોગ્ય કાર્યવાહીના અંતે આખરી જાહેરનામું તા.10 ઓગષ્ટ,   બહાર પાડવામાં આવ્યું છે. વૈકલ્પિક રુટમાં  સાવરકુંડલા તરફથી આવતા ભારે વાહનો થોરડી રીંગ રોડ પરથી પસાર કરવાના રહેશે. વાવેરાવિજપડી તરફથી આવતા ભારે વાહનો થોરડીં રીંગ રોડ પરથી પસાર કરવા. વડલી તરફથી આવતા ભારે વાહનો ડુંગર જકાત નાકાથી વિક્ટર રોડ પરથી પસાર કરવા. જાફરાબાદ તરફથી આવતા ભારે વાહનો હીંડોરણા ચોકડીવાળા રોડ પરથી પસાર કરવા. જાહેરનામું અન્ય હુકમ થાય ત્યાં સુધી અમલી રહેશે. હુકમમાંથી સરકારી ફરજ પરના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો, સ્કૂલ બસ, એસ.ટી. વિભાગના વાહનો, પેટ્રોલડીઝલના ટેન્કરને મુક્તિ રહેશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.