Abtak Media Google News
  • જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં નશામુક્તિ અભિયાનને લઈને યોજાઈ બેઠક : કેન્સર
  • વોરિયર ફેશન શોનું ઉદારહરણ આપીને વધુમાં વધુ કાર્યક્રમો યોજવા કલેકટરે આપી સલાહ
  • કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં
  • ભારત સરકારના ’નશામુક્ત ભારત અભિયાન’ ના અમલીકરણ અંગેની રાજકોટની જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અઘ્યક્ષસ્થાને  યોજાઇ હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ હાલમાં રાજકોટમાં યોજાયેલ કેન્સર વોરિયર ફેશન શોનું ઉદારહણ આપીને જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત વધુને વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે અપીલ કરી હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર નશામુક્તિ અંગેના વિવિધ વિડીયો બનાવીને લોકોમાં નશાથી થતા નુકશાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે અંગેનો જાગૃતિનો સંદેશો ફેલાવવાાપર ભાર મુકયો હતો. જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હણેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે શહેર અને ગામડાઓમાં જઈને લોકોને 15 મિનિટ જાગૃતિ સંદેશ આપવો જોઇએ. ગવ્હણેએ માવા, ફાકી અને ગુટખા સહિતના વ્યસનથી થતાં કેન્સર જેવા રોગોથી બચવા અને તંદુરસ્ત રહેવા લોકોને જાગૃત કરવા અંગે સૂચનો આપ્યા હતા. ઉપરાંત યુવાઓનેે નશામુક્તિ માટે મનોચિકિત્સકની મદદ લેવા જણાવ્યું હતું.આ મિટિંગમાં “નશામુક્તિ અભિયાન હેઠળ કરાયેલ કામગીરીની જાણકારી આપતા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર. રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટમાં નશા મુક્ત ભારત અભિયાન હેઠળ જાન્યુઆરીથી મે મહિના સુધી વિવિધ સ્થળોએ ચાર કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં 650 વ્યક્તિઓ નશા મુક્તિ અભિયાન અંગે જાગૃતિ મેળવીને લાભાન્વિત થયા છે.

આ બેઠકમાં વિકસતી જાતિ કલ્યાણના નાયબ નિયામક એસ.એચ લાંબા, મેડિકલ ઓફિસર, નાયબ મ્યુનિસિપલ કમિશનર  ડો. જે.એસ.વાકાણી, જિલ્લા બાળ સુરક્ષા વિભાગના ઓફિસર ઇન્ચાર્જ અલ્પેશભાઈ ગોસ્વામી, જિલ્લા શાસનાધિકારી નમેરા વિપુલા એસ,  આઇ.ટી.આઇના પ્રિન્સીપાલ ડી.એમ. રાસમિયા, પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. કૈલા, પોલીસ વિભાગના પ્રતિનિધિ જે.એસ.જાપડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.