Abtak Media Google News
  • વર્ગ વિગ્રમાં ફસાયેલ સુરત સહિત દેશભરના વિદ્યાર્થીઓની સલામતી માટે સરકાર તરફ મીટ: ભારત પરત આવવા સરકાર પાસે સોશિયલ મીડિયાના માઘ્યમથી મદદ માંગી

ભારતથી ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જતા હોય છે ત્યારે કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. કિર્ગિસ્તાનના સ્થાનીક લોકો વચ્ચે થયેલા ઝઘડામાં વિદેશી વિદ્યાર્થીઓને જયા દેખાય ત્યાં માર મારવામાં આવી રહ્યા છે. સાથે વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં પણ ધુસવાના પ્રયાસો થઇ રહ્યાં છે. કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે તો દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે.

આવી પરિસ્થિતિમાં ભારત આવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ આવી શકતા નથી આ સાથે વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડીયાના માઘ્યમથી તથા ટવીટર ઇ-મેઇલ દ્વારા પણ મદદ માટે રજુઆત કરવામાં આવી રહી છે.

ત્યારે કિર્ગિસ્તાનમાં રહેતી સુરતની વિદ્યાર્થીની એ ત્યાંની હાલની પરિસ્થિતિ જણાવતા કહ્યું હતું કિર્ગીસ્તાનના બિસ્કેટ સીટીમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. છેલ્લા એક અઠવાડીયામાં ઘણું બધું થઇ રહ્યું છે. મારપીટ થઇ રહ્યા છે રેપ થઇ રહ્યાં છે.

અમને ભારત પરત આવવું છે પરંતુ આવવા દેવાતા નથી. ભારત સરકારને રજુઆત કરીએ છીએ કે અમને ભારત પરત ફરવા મદદ કરે તમામ ભારતીય વિદ્યાર્થીઓ કે જે કિર્ગિસ્તાનમાં ફસાયેલા છે તેમના વતી જણાવવું છું. કે અમને મદદ કરો  અમે એરપોર્ટ તો છોડો, હોસ્ટેલની બહાર પણ નથી જઇ શકતા. ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં અભ્યાસ કરી રહ્યાં છે. તમામ અહીં ફસાયા છે. તેમને લઇ જવા માટેની કોઇ વ્યવસ્થા થઇ રહી નથી. જેઓ અલગ અલગ કોલેજોમાં અને હોસ્ટેલોમાં રહી રહ્યાં છે.

અમને અહીંથી નીકળવું છે. અમારા માતા-પિતા પરિવારજનો ખુબ જ ચિંતિત છે. ભારતના વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનના બિશેકમાં ફસાયા છે અમે સોશ્યલ મિડીયા મારફતે ભારત સરકાર પાસે પરત આવવા મદદ માંગી છે.

અમે 3 દિવસથી એરપોર્ટમાં બેઠા હતા જેમાં અમે પ00 થી 800 વિદ્યાર્થીઓ જેમાં ભારતીય, પાકિસ્તાન સહિત હતા પરંતુ એરપોર્ટ પરથી અમને હોસ્ટેલ, ફલેટમાં જવા જણાવેલ કે ફલાઇટ ડીલે છે. કેન્સલ થઇ છે. એરપોર્ટ ખાલી કરી દયો તેવું જણાવતા અમે તમામ વિદ્યાર્થીઓ ખુબ જ પરેશાન છીએ.કિર્ગીસ્તાનના બિશેકમાં એક સપ્તાહ પહેલા ચોરીની ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. ત્યારબાદ મારામારીનો તે વીડીયો ત્યાંના સ્થાનીક સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે વિદેશથી આવેલા લોકો આપતા દેશમાં આવીને લોકોને મારી રહ્યા છે. જેને કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું છે. ઇન્ડિયન, અરેબિયન, ઇજિપ્તિયન, પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાગેટ બનાવવામાં આવી રહ્યા છે. દિવસેને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.