Abtak Media Google News

રાજકોટ ડીવીઝન દ્વારા કોરોનાના કપરાકાળમાં 60 ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવી 8 રાજયોમાં 5914.08 ટન પ્રાણવાયુ પુરો પાડવામાં આવ્યો છે.

ભારતીય રેલવે એ મિશન મોડમાં લિકિવડ મેડિકલ ઓકિસજન પહોચાડીને દેશભરના વિવિધ  રાજયોમાં રાહત આપવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. આ અનુક્રમમાં રાજકોટ વિભાગના સીનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડીવીઝન દ્વારા 60 ઓકિસજન એકસપ્રેસ ટ્રેનો દોડાવીને 8 રાજયોમા આશરે 5914.08 ટન પ્રાણવાયુ પુરો પાડવામાં આવ્યો છે. જેમાં દિલ્હી, ઉતરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

રાજકોટ ડીવીઝનથી 1 જુન 2021ના રોજ વધુ બે ઓકિસજન એકસપ્રેસ ટ્રેન દોડાવાઇ હતી. પ્રથમ ટ્રેન કાનાલુસથી ઓખલા (નવી દિલ્હી) માટે દોડાવવામાં આવી હતી. જેમાં 81.10 ટન ઓકિસજન 4 ટેન્કર દ્વારા મોકલવામાં આવ્યું હતું. બીજી ટ્રેન કાનાલુસથી બેગ્લોર (કર્ણાટક) માટે દોડાવવામ)ં આવી હતી. જેમાં 110.84 ટન ઓકિસજન 6ટેન્કર દ્વારા મોકલવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઓકિસજનની જરૂરીયાતને ઘ્યાનમાં રાખીને આ ટ્રેનોને ગ્રીન કોરિડોર હેઠળ જલ્દીથી તેમના લક્ષ્ય સ્થાન પર પહોચાડવા માટે અવિરત રસ્તો પુરો પાડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.