હર્બલ કલર, ઔષધીય માટીથી પ્રાકૃત હોળીને માણતા રંગરસિયા.

holi | festival
holi | festival

રાજકોટના દિવ્ય જ્યોત હેલ્થકેર અને ક્રિષ્ના આરોગ્ય ધામ દ્વારા મીડિયા પાર્ટનર ‘અબતક’ના સંગાથે ધુળેટી ઉત્સવ ઉજવાયો.

આજ ન છોડેંગે… હમ તો હોલી ખેલેંગે…, બુરા ના માનો હોલી હૈ….’ બોલીવુડના એકથી એક ચડીયાતા ગીતો સાથે પ્રકૃતિના ખોળે પ્રાકૃત ધુળેટી મહોત્સવમાં નાના-મોટા સૌ કોઇ ઝુમી ઉઠ્યા હતા. ‘અબતક’, રાજકોટના દિવ્ય જ્યોત હેલ્થકેર અને ક્રિષ્ના આરોગ્યધામના સહયોગથી ધુળેટી નિમીતે રાસાયણિક રંગો નહીં પરંતુ શરીર માટે ગુણકારી પઘ્ધતિથી રંગે રમવા માટે આનંદ સાથે સ્વાસ્થ્યનું પણ ઘ્યાન રાખી વિશેષ પ્રાકૃત હોળીનું આયોજન કર્યુ હતું.

‘અબતક’ મીડીયા પાર્ટનરના સથવારે ક્રિષ્ના આરોગ્ય ધામ ખાતે પ્રાકૃત હોળી ઉત્સવની ઉજવણી આનંદ-ઉલ્લાસ સાથે થઇ હતી. કેસુડો, જાસુદ વગેરે ફુલો, ઔષધીય માટી, ગૌમૂત્ર અને છાણના મિશ્રણથી ધુળેટી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રમાઇ હતી.

ડો.કૃતિ પરમાર અને ડો.હિતેશ પરમારના માર્ગદર્શન હેઠળ ડુંગળી, જાંબુ, મહેંદી, હળદર, એલોવીરા જેવા પ્રાકૃતિક તત્વોથી કલર તેમજ માટી, ગાયનું છાણ, એલોવેરાનો જ્યુસ મેળવી અને સાત્વીક ભોજન દ્વારા આ રંગોત્સવ ઉજવાયો હતો