Abtak Media Google News

ગામે-ગામે શાસ્ત્રોક્ત હોળી પ્રાગટ્ય: રંગોના પર્વ પર આબાલથી લઇ વૃદ્ધ ઝુમી ઉઠ્યા: સવારથી બપોર સુધી આનંદનો ગુલાલ: સાંજે હરવા-ફરવાના સ્થળો અને રેસ્ટોરન્ટમાં ઉમટી ભીડ.

બુરા ના માનો… હોલી હૈ… ની ચીચીયારી સાથે આબાલવૃદ્ધ સૌ કોઇ ધુળેટીના રંગે રંગાઇ ગયા હતા. શનિ-રવિ અને સોમ એમ સળંગ ત્રણ દિવસ મીની વેકેશન આવતા ઉત્સવપ્રેમી સૌરાષ્ટ્રવાસીઓ નાચ-ગાન સાથે અબીલ-ગુલાલની છોળો વચ્ચે ઝુમી ઉઠ્યા હતા. રાજકોટ, ધોરાજી, મોરબી, જુનાગઢ, જેતપુર, ઉપલેટા સહિત ગામે ગામે પર્વની આનંદ-કિલ્લોલ સાથે ઉજવણી કરી હતી. જેની સંકલિત માહિતી પ્રસ્તુત છે.

લાલપુર

રંગનું પર્વ ધૂળેટી  શહેરમાં  ઠેરઠેર લોકો ધૂળેટીની રંગો ઉડાડી, એકબીજાના શરીરે લગાવી કે તિલક હોળી રમીને લઈ રહ્યા છે.  રંગોના તહેવારમાં રંગરસિયાઓ એકબીજા ઉપર અબીલ, ગુલાલની છોળો ઉડાડીને મનભરીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે. લોકો પોતાના વાહનો લઈને શહેર શાકમાર્કેટ આગળ મોટી સંખ્યામાં હોળી રમ્યા હતા.  અહીં યુવાઓએ એકબીજાને રંગબેરંગી રંગોમાં રંગી નાંખીને જીવનને રંગીન બનાવી દીધું હતું.

શહેરના માર્ગો પર વાહનો લઈને ધૂળેટી રમવા નીકળેલા રંગરસિયાઓ ચીચીયારી પાડીને પોતાના ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા. શહેરના માર્ગો આવા ધૂળેટી રમતાં યુવાઓના કારણે ગુંજી ઉઠી હતી. મેઇનરોડ એસટી રોડ ખાતે ધૂળેટી રમવા જતાં યુવામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેરમાં વિવિધ સોસાયટીઓમાં યુવકો, યુવતીઓ, અબાલવૃદ્ધ  સૌ કોઈએ કલર લગાવી ધૂળેટી ઉજવી હતી.  તેમજ મોટી સંખ્યામાં યુવાનો એ સરઘસ કાઢીને એકબીજા  રંગોના રંગમાં રંગાઈ ગયા હતા સ્વજનો – મિત્રો સો ધૂળેટીના પર્વ ઉજવણી માટે તેમને માત્ર ગુલાલના નહી હેતના રંગમાં રંગી દેવાયા હતા લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી હતી

ઉત્સવની ખરા ર્અમાં ઉજવણી કરવામાં આવતું હોય તો તે ધૂળેટી ોડા કલાકો માટે બાળક બનીને ગુલાલ-પિચકારી સો ધૂળેટીનો પર્વ ઉલ્લાસપૂર્વક નાના-મોટા સર્વ ઉજવણી કરે અને સર્વ કોઈ હસ્તા મોઢે કહે બૂરા મત માનો હોલી હૈ.

જેતપુર

જેતપુરમાં હોલિકા દહન નો કાર્યક્ર્મ ભાવપૂર્વક યોજાયો હતો જેમાં જેતપુરમાં સીતાસી જગ્યાએ હોલિકાદહન ની હોળી પ્રગટાવામાં આવી હતી અને નાના મોટાલોકોએ હોલિ ના દર્શન કરેલ હતા ત્યારે જેતપુરના રહેવાસી અને પૂર્વ જસુબેન કોરાટના પુત્ર અને રાજકોટ જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ પ્રશાંત કોરાટ તેમના બાળપણ ના વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં હોલિ પ્રાગટ્ય ના દર્શન કરેલ હતા અને જેતપુરના લોકોને શુભેચછા આપી હતી તેમજ બીજા દિવસે જેતપુર વાસીઓ એ ઉત્સાહ પૂર્વક ધુલેટિ ની ઉજવણી કરી હતી

ધોરાજી

ધોરાજી હોળીના દિવસે ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે,આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સન પર છાણા,લાકડાં ની હોળી ખડકીને હોળી પ્રગટાવવામાં આવી હતી.

લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓી હોળીનું  પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે,અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે.આ દિવસે સવારી સૌ કોઇ નાના મોટા એકબીજા  પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ ઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો.

મોરબી

મોરબીમાં હોળી અને ધુળેટીનો તહેવાર રંગ ઉડાડીને આનંદમય વાતાવરણના માહોલમાં લોકોએ હોળી અને ધુળેટીનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. મોરબીમાં દરેક મહોલ્લામાં હોળી પ્રગટાવી હતી અને આ પર્વ સાથે ધર્મભાવના સંકળાયેલી હોય લોકો તેમાં હોમીને હોળીના દર્શન કરે છે તો બીજા દિવસે ધુળેટી રંગોનો તહેવાર નાના બાળકો અને યુવા વર્ગે મન મૂકીને માણ્યો હતો. બુરા ન માનો યે હોલી હૈ. જેવા નારા લગાવી એકબીજાને રંગ ઉડાડીને આનંદ માણી રહ્યા હતા. એકંદરે આનંદમયી વાતાવરણમાં તહેવાર સંપન્ન થયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.