Abtak Media Google News

વિધાર્થીઓ 16 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે: શાળાઓ આ સમયગાળા દરમિયાન રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. ધોરણ 12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓએ માટે આ ખુબજ મહત્વના સમાચાર છે. આગામી માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ લેવાનાર છે તે અંગેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવેલ છે તેના જ ભાગ રૂપે પરિક્ષાના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની શરૂઆત થઈ ગયેલા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા નોંધાયેલ શાળાઓએ પોતાને મળેલ શાળા નોંધણી નંબર અને પાસવર્ડ ના આધારે પોતાની શાળા અને શિક્ષાઓના રજીસ્ટ્રેશન કરવાના હોય છે, ત્યાર બાદ જ વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદન પત્રો ભરાઈ શકાશે. જેમાં નવા જોડાયેલ શિક્ષકોની નોંધણી, બદલી કે નિવૃત થયેલ શિક્ષકોની વિગતો અપડેટ કરવાની રહે છે.

આગામી માર્ચ 2023 ધોરણ 12 પરીક્ષા 2022-23 ઉમેદવારી નોંધાવતાં વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે તેવા તમામ નિયમિત, રિપીટર, ખાનગી, પૃથ્થક વગેરે એ ફરજિયાત શાળામાથી ઓનલાઈન આવેદન પત્રો ભરવાના રહેશે. જે ફોર્મ ભરવા માટે તા-17/11/2022 થી 16/12/2022 સુધી શાળાઓ ઓનલાઈન ફોર્મ બોર્ડ ની લતયબ.જ્ઞલિ વેબસાઇટ મારફતે ભરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.