Abtak Media Google News
વડાપ્રધાનના એર રૂટની 3 કી.મી.ની ત્રિજયામાં વિમાન ઉડાડી શકાશે નહીં

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થતાની સાથે જ કંઇ બેઠક પર કેટલા ઉમેદવાર મેદાન છે.

તે ફાઇનલ થઇ ગયું છે. આજે ભાજપના 29 નેતાઓ દ્વારા 8ર વિધાનસભા મત ક્ષેત્રો પર ચુંટણી સભાઓ સંબોધવામાં આવી રહી છે. દરિયમાન આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ચુંટણી પ્રવાસ માટે આવી રહ્યા છે. તેઓ ત્રણ દિવસમાં આઠ સ્થળોએ ચુંટણી સભા સંબોધશે. દરમિયાન પી.એમ. આગામી રવિવારે ધોરાજી- અમરેલીમાં ચુંટણી સભા માટે આવી રહ્યા હોય જિલ્લા કલેકટર ુ દ્વારા નો ફલાઇંગ ઝોન જાહેર કરાયો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ખાતે આવેલા ટાઉનહોલ વિસ્તારને રાજકોટ શહેર કલેકટર અરુણ મહેશ બાબુએ 20 નવેમ્બરે “નો ફ્લાઈંગ ઝોન” તરીકે જાહેર કર્યો છે.20 નવેમ્બરની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ધોરાજી ખાતેની સંભવિત મુલાકાત અન્વયે આ આદેશો જારી કરાયા છે. સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ આદેશોમાંથી મુકિત આપવામાં આવે છે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

આ આદેશોનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી એ.એસ.આઈ. સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારી અધિકૃત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત અમરેલી તા.20ના રોજ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપી રહ્યા હોય, અમરેલી એરપોર્ટ ખાતે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા આવશે. વડાપ્રધાનની સુરક્ષા ધરાવતા હોય આથી તેમની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી એરપોર્ટ, અમરેલી શહેરના ફોરવર્ડ ગ્રાઉન્ડ તથા વડાપ્રધાન જે માર્ગે પસાર થવાના છે તે વિસ્તારને જિલ્લા મેજીસ્ટ્રેટ  ગૌરાંગ મકવાણા દ્વારા “નો-ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. તા.20 નવેમ્બરના રોજ સવારે 9.00 થી સાંજે 7.00 કલાક સુધી અમરેલી એરપોર્ટ તથા તેની આસપાસના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર, ફોરવર્ડ ગ્રાઉન્ડ તથા તેની આસપાસના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર, વડાપ્રધાન ના રુટ પરના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પરવાનગી સિવાયની તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ સજા પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.