Abtak Media Google News

પાનની દુકાને માસ્ક વિના ઉભેલા બે વ્યક્તિને દંડ પણ ફટકાર્યો

હાલ રાજકોટ શહેરમાં કોરોના વાઇરસના ચેપને પ્રસરતો રોકવા રાજકોટ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને ફિલ્ડમાં કામગીરી સોંપવામાં આવી છે. સૌ સાથે મળીને કોરોનાનો મુકાબલો કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે ઉદિત અગ્રવાલ તંત્રની અન્ય કામગીરી પણ થતી રહે તેની ઉપર પણ ભાર મુકી રહયા છે અને તે અનુસંધાને તેઓ વખતોવખત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લ્યે છે અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના પણ આપે છે.

Advertisement

મ્યુનિ. કમિશનરેબશહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જુદીજુદી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન તમામ વોર્ડના સાઇન બોર્ડનું જરૂરીયાત મુજબ નવિનીકરણ કરવા, ડો યાજ્ઞિક રોડ, શેલ પેટ્રોલ પંપની બાજુમાં બાંધકામ ચાલુ છે તેનું ક્ધસ્ટ્રકશન મટીરીયલ રોડ પર છે તે દુર કરાવવા તથા કચરો દુર કરવા, તમામ વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તેમના કાર્યક્ષેત્રનાં વોર્ડમાં પાણી ભરાતા હોય તો તેનો નિકાલ કરવા, કલ્યાણ શો રૂમની બાજુમાં બાંધકામ ચાલુ છે તેનું ક્ધસ્ટ્રકશન મટીરીયલ રોડ તથા કચરો દુર કરવા, તમામ લીટરબીન સવારે સમયસર ખાલી કરવા તથા જરૂરીયાત મુજબ રીપેરીંગ કરાવવા, કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદીર સામે વોડાફોનનું બોર્ડ નમી ગયેલ છે તેને દુર કરવા, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલ પંપ પાસે ગંદકી દૂર કરવા, યુનિ. રોડ, ડો રવિ મૃગના દવાખાનાની બાજુમાં કચરાના ઢગલા દુર કરવાની, કાલાવડ રોડ અને યુનિ. રોડ પર લાંબા સમયથી પડેલા જુના વાહનો દૂર કરવા વિગેરે સંબધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી. વધુમાં યુનિ. રોડ પર મોમાઇ પાન અને ડીલક્સ પાન પાસેથી બે વ્યક્તિ માસ્ક વિના નજરે આવતા માસ્ક પેનલ્ટી વસૂલ કરેલ હતી.   વધુમાં મ્યુનિ. કમિશનરે નગરજનો સાથે સંવાદ કર્યો હતો અને ધનવંતરી રથની કામગીરીનું નીરીક્ષણ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.