Abtak Media Google News

.૮ લાખ એફોર્ડેબલ મકાનોના ટાર્ગેટને પૂર્ણ કરવામાં સરકારને કોમન જીડીસીઆરથી થશે ફાયદો: રાજકોટ, સુરત, અમદાવાદ અને બરોડા જેવા શહેરોમાં ગ્રાહકોને લાભ અપાશે

રાજયમાં ગુરૂવારથી જ કોમન જીડીસીઆર એટલે કે, બાંધકામના સમાન નિયમો અમલી બની ગયા છે. નવા નિયમો અમલી બનતા સમગ્ર રાજયમાં કેટેગરી પ્રમાણે એક સમાન બાંધકામ નિયમો લાગુ પડતા તમામ મહાનગરો અને નગરપાલિકાઓમાં રસ્તાની પહોળાઈ મુજબ બાંધકામની ઉંચાઈની મંજૂરી આપી શકાશે. પરિણામે સરકારના કોમન જીડીસીઆરના નિર્ણયથી સરકારના જ અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ એફોર્ડેબલ હાઉસીંગને બુસ્ટર ડોઝ મળશે.

કોમન જીડીસીઆરના અમલથી હવે વિવિધ શહેરોમાં જુદા જુદા પ્રકારે એફએસઆઈ અને બાંધકામની મંજૂરી મળતી હતી તેમાં એક સૂત્રતા આવશે. આ મામલે રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એશોસીએશન ઓફ ઈન્ડિયા-ગુજરાતના ચેરમેન શેખર પટેલે જણાવ્યું હતું કે, ક્રેડાઈ સરકારના કોમન જીડીસીઆરના નિર્ણયને આવકારે છે. એફએસઆઈમાં થયેલા સુધારાથી સુરત અને વડોદરા સહિતના શહેરોને ફાયદો થશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારના નિર્ણયથી વધુ મકાનો બનશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે. ઉંચી એફએસઆઈના કારણે મિલકતના ભાવ પણ વધશે. તેમણે સુરતનો દાખલો આપતા કહ્યું કે, સુરતમાં ૪૫ મીટર પહોળા રોડને લગતી મિલકતોને મળતી એફએસઆઈથી ૨૦૦ મીટર વિસ્તારનો લાભ મળશે. ગુજરાતના મેગા સિટીમાં સરકારે ૦.૬ વધારાની એફએસઆઈની મંજૂરી આપતા બાંધકામ ક્ષેત્રને અઢળક ફાયદા થશે.

ગુજરાતના શહેરો અને નગરોમાં બાંધકામ ક્ષેત્રે કોમન પ્લોટમાં ૧૫ ચો.મી.ને બદલે ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ એફએસઆઈમાંથી બાદ મળશે. ૨૫૦ ચો.મી.થી મોટા પ્લોટમાં ભોયરામાં ટુ-વ્હીલર માટે મંજૂરી અપાશે. વડોદરામાં રસ્તાની પહોળાઈ મુજબ અલગ અલગ પેઈડ એફએસઆઈના ધોરણે છે તેને બદલે તમામ રોડ પર વધુ એફએસઆઈ પેઈડ ધોરણે મળશે. સરકારના સમાન જીડીસીઆરના નિર્ણયથી સૌથી વધુ લાગ સરકારના ૨૦૨૨ના વિઝનને થશે. આ વિઝનમાં સરકારે ૯.૮ લાખ એફોર્ડેબલ હાઉસીંગનો ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટને સમાન જીડીસીઆરથી સરળતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.