Abtak Media Google News
  • પીછે પડ ગયા ઇન્કમટેક્સમ!!!
  • 30 થી વધુ સ્થળો પર તપાસનો ધમધમાટ : ઉપરા ઉપરી રેઇડ પડતા ઉદ્યોગ જગતમાં ફફડાટ, રાજકોટ સહિત અન્ય શહેરોના 250 જેટલા અધિકારીઓ જોડાયા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસ દ્વારા ગુજરાત આવકવેરા વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને પહોંચી વળવા માટે હાલ અત્યારથી જ ટીમ કામે લાગી ગઈ છે અને વિવિધ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. ગુજરાત આવકવેરા વિભાગના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આવી ઘટના હશે કે બે દિવસમાં બે સૌથી મોટા સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હોય.

મળતી માહિતી મુજબ અમદાવાદના વિનાયક અને ટી એસ વાય ગ્રુપ ઉપર વહેલી સવારથી જ સરચ ઓપરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં આશરે 30થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓ વહેલી સવારથી ત્રાટક્યા છે. બેક ટુ બેક ઓપરેશન હાથ ધરાવતા ગુજરાતના ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે અને સર ચોપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી અધિકારીઓને આશા પણ છે.

અમદાવાદમાં વિનાયક ગ્રુપ અને ટી એસ વાય ગ્રુપ ખૂબ સારી નામના ધરાવે છે ત્યારે તેમના ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાતા જ અનેક તર્ક વિતર્ક પણ સામે આવ્યા છે. બે દિવસથી વિવિધ શહેરો ના આવકવેરા વિભાગના અધિકારીઓ ને અમદાવાદ ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા અને તેઓને એમ કહેવામાં આવ્યું હતું કે તેમના માટે એક વિશેષ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ જ છે કે અધિકારીઓ માટે ટ્રેનિંગ નહીં પરંતુ મેગા સર ચોપરેશન માટે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને આ અંગેની કોઈ વિગત બહાર ન પડે તે માટે ટ્રેનિંગ નામ આપવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિલાઓ બાકી રહ્યા છે ત્યારે આચાર સહિતા લાગુ થાય તે પૂર્વે હવે રાજ્ય આવકવેરા વિભાગ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરશે અને જે બેનામી વ્યવહારો સામે આવતા હોય તેને ડામવા માટેના કામ કરશે. રાજકોટ આવકવેરા વિભાગના આઠથી વધુ અધિકારીઓ અમદાવાદ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. સૌથી મોટી વાત તો એ છે કે હાલ રાજકોટ ઓપરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને છેલ્લે જે ગાંધીધામ કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શ્રીરામ સોર્ટ ઉપર કરવામાં આવ્યું તે બાદ હવે અન્ય શહેરોનો જે સર્ચ નો ટાર્ગેટ છે તેને પૂર્ણ કરવા માટે કાર્ય હાથ ધરાશે.

અમદાવાદના વિનાયક ગ્રુપ સહિત ટી.એસ.વાઈ ગ્રુપ ઉપર હાલ જે દરોડા ચાલી રહ્યા છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારોની શક્યતાઓ છે અને સર્ચના પ્રથમ દિવસે જ વહેલી સવારથી જ અધિકારીઓએ તેમના દરેક ડિજિટલ ડેટા સાથે જરૂરી દસ્તાવેજો ને પણ હસ્તગત કરી તેને સીઝ કરી દેવાયા છે બીજી તરફ તેમના નિવાસસ્થાન તેમની કચેરી અને કંપની સાથે સંલગ્ન ડાયરેક્ટટરોને પણ બક્ષવામાં આવ્યા નથી. સર્ચ ઓપરેશનથી સમગ્ર રાજ્યમાં એક ઉહાપો મચી ગયો છે. ચોપરેશનમાં અંદાજે અઢીસોથી વધુ અધિકારીઓ જોડાય છે કારણ કે એક સ્થળ ઉપર કાર્યવાહી માં આઠ લોકો રહેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.