Abtak Media Google News

ભારતીય મહિલા ખેલાડીઓની ગોલ્ડ કોસ્ટમાં દે ધના ધન, વધુ એક ઇતિહાસ રચાયો

શૂટર જીતૂ રાયે અપાવ્યો ભારતને ૮મો ગોલ્ડ મેડલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. આ વખતે ભારતના જીતુ રાયે ગોલ્ડ મેડલ જીત્યો છે.

જીતુ રાયે ૧૦ મીટર એર પિસ્ટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે આ જ સ્પર્ધામાં ઓમ મિઠારવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઇનલ મેચમાં જીતૂ રાયે ૨૩૫.૧ પોઇન્ટ મેળવ્યા જ્યારે મિથરવાલે ૨૧૪.૩ પોઇન્ટ મેળવ્યા છે.

૨૧માં કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતને વેઇટલિફટિંગમાં સિલ્વર મેડલ મળ્યો છે. ૨૩ વર્ષના પ્રદીપસિંહે પુરૂષોની ૧૦૫ કિલો વજનમાં મેડલ અપાવ્યો છે.

પ્રદીપસિંહે કુલ ૩૫૨ કિલોગ્રામ વજન ઉંચક્યું હતું.

પ્રદિપસિંહે સ્નેચમાં ૧૫૨ અને ક્લીન એન્ડ જર્કમાં ૨૦૦ કિલોગ્રામ વજન ઉઠાવી આ મેડલ જીત્યો હતો. આ સાથે જ ભારતે ૮ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ જીતીને કુલ ૧૩ મેડલ મેળવી લીધા છે અને મેડલની યાદીમાં ભારત હાલમાં ચોથા નંબરે છે.

જ્યારે ભારતે ટેબલ ટેનિસમાં શરત કમલે જૂ જી પૈંકને ૧૧-૫, ૧૨-૧૦, ૧૨-૧૦થી હાર આપી છે. ભારતીય પુરષી ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

કોમનવેલ્થ ગેમ્સ શરુ થયાને માત્ર ૪ દિવસો જ થયા છે ત્યારે ભારતીય ખેલાડીઓએ સુવર્ણ પદકની હેટ્રીક બોલાવી છે. ચાર જ દિવસમાં આઠ ગોલ્ડ મેડલ ભારતના નામે કરાયા છે.

ભારતીય વેઇટલીફટર પુનમ યાદવે ૬૯ કિલોની કેટેગરીમાં ગોલ્ડમેડલ હાંસિલ કર્યુ છે તો ટીનેજર મનુ ભાકરે શુટીંગમાં કમાલ દેખાડી છે. તો ટેબલ ટેનીસમાં પણ ભારતીય મહિલાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.

સિઝન શુટર રિના સિંધુએ ૧૦ એમ પિસ્તોલમાં રજત મેળવ્યું હતું. ત્યારે રવિ કુમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. લિફટર વિકાસ ઠાકેર પણ બ્રોન્ઝ મેળવ્યું હતુેં.

ભારત અત્યાર સુધીમાં ૧ર મેડલ જીતી ચુકયું છે. જેમાં ૮ ગોલ્ડ, બે સીલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે. આ પૂર્વ ભારતીય મહીલા ટેબલ ટેનિકની ટીમે ગોલ્ડ કોસ્ટમાં સુવર્ણ મેળવી ઇતિહાસ રચ્યો હતો. હજુ બોકસીંગમાં ભારતને મેરી કોમ પાસેથી ગોલ્ડ મેળવવાની આશા છે.

આ પૂર્વ ચાનુએ વેઇટલિફટીંગમાં ભારતને પહેલું ગોલ્ડ અપાવી ખાતુ ખોલાવ્યું હતું જે હાલ ૮ મેડલ પહોંચી ચુકયું છે. વેઇટલીફટીંગથી ટેબલ ટેનીસ અને હોકી સુધી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં ભારતીય મહીલાઓનો દબદબો રહ્યો હતો. ૧૬ વર્ષની હરીયાણથી મનુ ભાકરે શુટીંગમાં ગોલ્ડ મેડલ મેળવી સૌ કોઇને સ્તબ્ધ કરી દીધા હતા. તો હિના સિંધુએ પણ રજત મેળવ્યો હતો. શાનદાર પફોમેન્ટબાદ મનુ ભાકરે કહ્યું હતું કે શુટીંગ અટપટી રમત નથી તમારો લક્ષ્ય લો અને બસ નિશાન સાધો માટે તેના વિશે વધુ વિચારવું મહત્વ ધરાવતું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.