Abtak Media Google News

ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટ ખાતે ચાલી રહેલી ૨૧મી કોમનવેલ્થ ગેમ્સના પાંચમાં દિવસે પણ ભારતીય ખેલાડીઓએ છપ્પરફાડ પ્રદર્શન જારી રાખી ત્રણ ગોલ્ડ મેડલ સહિત સાત મેડલ મેળવી વર્ષ ૨૦૧૮ના મેડલ ટેબલમાં ત્રીજુ સ્થાન મેળવી ગોલ્ડ મેડલની ટંકશાળ સર્જી છે

ગોલ્ડ કોસ્ટ ખાતે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સનાં પાંચમાં દિવસે ગઈકાલે ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. જેમાં સુરતનાં પ્રતિભાશાળી ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈએ ટેબલ ટેનિસ મેન્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને મેન્સ ડબલ્સની ફાઈનલમાં હરમીત દેસા-સયિન શાનશેઅરને નાઈજીરિયાના એબિઓદિન-ઓમટાવો સામે ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી વિજય મેળવી ભારતને સરસાઈ અપાવી હતી. આ અગાઉ ભારતની મહિલા ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઉપરાંત સોમવારે કોમનવેલ્થ ગેમમાં બેડમિન્ટન મિકસ ટીમ ઈવેન્ટમાં ભારતે મલેશિયાને ૩-૧ થી હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો તો ૧૦ મીટર એર પીસ્તોલ ઈવેન્ટમાં જીતુ રાયે ગોલ્ડ મેડલ જીતી ભારતનાં ખાતામાં ગોલ્ડ મેડલ ઉમેરવામાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ના કોમનવેલ્થમાં પણ જીતુ રાયે ૫૦ મીટર એર પીસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૨૧મી કોમનવેલ્થ ગેમમાં ભારતીય રમતવિરોએ સુવર્ણ ગોલ્ડ મેડલ મેળવવામાં રીતસર ટંકશાળ સાબિત થયા છે અને અત્યાર સુધીમાં ૧૦ ગોલ્ડ મેડલ, ચાર સીલ્વર મેડલ, પાંચ બ્રોન્ઝ મેડલ સો મેડલ ટેબલમાં ટોપ થ્રીમાં સન હાંસલ કરી લીધુ છે, મેડલ ટેબલમાં યજમાન ઓસ્ટ્રેલીયા પ્રથમ સ્થાને છે.

દરમિયાન કોમનવેલ્થ ૨૦૧૮માં સાઈના નેહવાલ અને કિડામ્બી શ્રીકોન્ની મીકસ ટીમે બેડમિન્ટનમાં ઈતિહાસ રચી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સાથો-સાથ વેઈટ લીફટીંગ ૧૦૫ કિલોગ્રામ સ્પર્ધામાં પ્રદિપસિંહ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.