Abtak Media Google News

પ્રભાસ પાટણ સમાચાર

સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનુ કિ.રૂ.૫૦,૦૦૦/- નુ ગુમ થયેલ લેપટોપ તથા તથા કિંમતી સામાન ભરેલ બેગ નેત્રમ CCTV ની મદદથી પરત અપાવતી  પ્રભાસ પાટણ  સર્વેલન્સ સ્કોડ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડિયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા  નાયબ પોલીસ અધીક્ષક બી.એસ.વ્યાસ વેરાવળ વિભાગના માર્ગદર્શન મુજબ નવરાત્રી તહેવાર સબબ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેકટર  વી.એ.ચારણ તથા પ્રભાસ પાટણ  સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. એમ.કે.મોવલીયા તથા એચ.આર.ઝાલા તથા પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા સુનીલભાઇ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીક બબલુ બાબુરામ સેની રહે.રામપુર સીટી ઉતરપ્રદેશ  પોલીસ સ્ટેશન  ખાતે આવેલ કે તેઓ તેના પરીવાર સાથે સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ હોય અને રીક્ષામા તેઓનુ લેપટોપ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા કિંમતી સામાન ભરેલ બેગ જે રીક્ષામા ભુલથી રહી ગયેલ છે તેઓ પાસે રીક્ષા ચાલકની ઓળખાન નથી .

પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ અલગ અલગ ટીમ બનાવી નેત્રમ CCTV ઇણાજ ટીમના પી.એસ.આઇ બી.ડી.માવદીયા તથા અન્ય સ્ટાફની મદદથી તથા હ્યુમન સોર્સીસના આઘારે રીક્ષા ચાલક એજાજ હનીફભાઇ બાગજી રહેવેરાવળ વાળાને રીક્ષા જેના રજી.નં. GJ-07-YY-2097 વાળી સાથે શોધી કાઢી રીક્ષામાં તપાસ કરતા આ કામના અરજદારનું લેપટોપ તથા બેગ મળી આવેલ જે અરજદારશ્રી ને સોપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરતી પ્રભાસ પાટણ પોલીસનો અરજદારએ આભાર માન્યો હતો.

જયેશ પરમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.