Abtak Media Google News

ગીર સોમનાથ

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ અભિનેત્રી કંગના રાણાવત સોમનાથ મહાદેવના દર્શને પધારેલ. તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી મુખ્ય પૂજારી દ્વારા ચંદન તિલક કરીને ખેસ ઓઢાડી તેઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમજ સોમનાથ મહાદેવનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.Whatsapp Image 2023 11 03 At 13.59.59 543F88D7

દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સૌપ્રથમ રામ નામ લખીને પ્રારંભ કરાયેલ રામ નામ લેખન યજ્ઞમાં પણ કંગના રણાવત જોડાયા હતા. શ્રી રામ મંદિર ખાતે રામચંદ્ર પ્રભુ ના દર્શન કરીને તેઓએ રામ નામ મંત્ર લેખન કર્યું હતું.

Whatsapp Image 2023 11 03 At 13.59.59 C528Cd9C અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો દ્વારા લખાયેલ રામનામ મોકલવામાં આવશે તે જાણીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટ અને અધ્યક્ષ નરેન્દ્ર મોદીની કાર્ય પ્રણાલીની પ્રશંસા કરતા તેઓએ મંદિરની સ્વચ્છતા અને અનુશાસનને ધન્યવાદ આપ્યા હતા.

અતુલ કોટેચા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.