Abtak Media Google News

નવરાત્રિ સ્પેશિયલ 

દેશભરમાં શરદ નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે અને આજથી પાંચ દિવસીય દુર્ગા પૂજા ઉત્સવનો પ્રારંભ થયો છે. નવરાત્રિના નવ દિવસો સુધી મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને દરેક દિવસ દેવીના એક સ્વરૂપને સમર્પિત છે.

જ્યારે લોકો ધાર્મિક વિધિઓ અનુસાર મા દુર્ગાની ઉપવાસ અને પૂજા કરી રહ્યા છે, ત્યારે દેશભરના તમામ મંદિરોમાં દેવી માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. અધર્મ પર ધર્મની જીતના આ પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દેવી માતાના દર્શન કરવા ભક્તો મંદિરોમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. તેની સાથે વિશેષ પૂજા કરવામાં આવી રહી છે અને તેની અદભુત ઝલક સતત સામે આવી રહી છે. ચાલો આ મનમોહક ઝલક પર એક નજર કરીએ.

કામખ્યા મદિરમાં વિશેષ પૂજા

મુંબઈના મુંબા દેવીની પુજા

ઉલ્લેખનીય છે કે નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેને નવદુર્ગા કહેવામાં આવે છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રિ, મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસે અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.