Abtak Media Google News

અન્નપૂણા સદાપૂર્ણ શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન-વૈરાગ્ય સિધ્ધાર્થ ભિક્ષા દેહિ ચ પાર્વતી

પંચાગ અનુસાર વ્રતનો પ્રારંભ તા.૨૦ને રવિવારથી તેમજ પૂર્ણાહુતિ માગસર વદ અગિયારસ તા.૯-૧ને શનિવારના દિવસે ગણાશે

કાલથી અન્નપૂર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ થશે માગસર સુદ છઠ્ઠથી શરૂ થતુ આ વ્રત ૨૧ દિવસનું હોય છે. શ્રધ્ધાળુઓ ૨૧ દિવસ સુધી માતા અન્નપૂર્ણાનું પૂજન અર્ચન કરી એકટાણુકે નકોરડા ઉપવાસ કરે છે. વ્રત કરનાર ભાવિક પોતાના હાથમાં સફેદ રંગનો સુતરનો દોરો ધારણ કરે છે. આ દોરાની વ્રતના પ્રથમ દિવસે પૂજા કરી ૨૧ ગાંઠ વાળી તેને હાથમાં ધારણ કરવામાં આવે છે. ધન ધાન્યથી સંપૂર્ણ ર્માં અન્નપૂણાનું વ્રત મનુષ્યને જીવનમાં અન્ન અને તેનું મહત્વ સમજાવે છે ઉપરાંત સમાનતાનાં ભાવ જગાવે છે.

પૌરાણીક કથામાં જણાવ્યા અનુસાર જયારે પૃથ્વી ઉપર જળ અને અન્ન ખતમ થવા લાગ્યું અને મનુષ્યજાતમાં હાહાકાર મચી ગયો ત્યારે આ સમસ્યાના સમાધાન માટે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ મહાદેવની મદદ માંગી યોગનિદ્રામાંથી ઉઠી શિવજીએ સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ કરતા માતા પાર્વતી પાસે અન્નની ભિક્ષામાંગી ત્યારે જે અક્ષત (ચોખા) અન્નપૂરણ કરાયા હતા તે શિવજીએ ધરતી ઉપરનાં પીડિત માનવીઓમા વહેચ્યા હતા એ દિવસથી ‘અન્નપૂર્ણા જયંતી’ ઉજવવામાં આવે છે. ભગવાનશિવ કાશીમાં બિરાજમાન રહી મનુષ્યોને મોક્ષ આપીરહ્યા છે. ત્યારે માતા પાર્વતી અન્નપૂર્ણામાં જીવીત લોકોને માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા.

કઈ રીતે કરવું આ વ્રત ..?

આ વ્રત એકવીસ દિવસનું હોય છે જેના ‘ર્માં અન્નપૂર્ણા’ની ભકિત ભાવથી પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. વ્રત કરનારે આ દિવસોમાં નિત્ય રસોઈઘરની સફાઈ અને પૂજા કરવી જોઈએ. તેમજ સંપૂર્ણ ઘરને પણ ગંગા જળથી પવિત્ર કરવું વ્રતના વિધાનમાં સૌ પ્રથમ પૂજાના સ્થાનના ખૂણામાં એક બાજોઠ મૂકવો તેના ઉપર એક લાલવસ્ત્ર પાથરવું અને માતાજીનો ફોટો મૂકવો. તે બાજોઠની મધ્યમા ઘઉંની ઢગલી કરી ઉપર તાંબાનો કળશ મૂકવો તેના ઉપર પાંચ પાન ગોઠવી શ્રીફળ મૂકવું વ્રત કરનાર સ્વચ્છ કપડા ધારણ કરી આસન ઉપર જ બેસવું ૨૧ સૂતરના તાંતણાની આંટી કરીતેને જય અન્નપૂણામાં બોલતા બોલતા ૨૧ ગાંઠો મારવીઆ દોરીનું પૂજન કરીતેને ગળા અથવા હાથમાં ધારણ કરી ત્યાર બાદ નિત્ય માતાજીનું પૂજન કરી એકટાણું કરવું ૨૧ દિવસ નિત્ય વ્રત કથાનું વાંચન પાંચ જયોતિવાળી આરતી, અન્નપૂર્ણાની દરરોજ એક માળશ તેમજ માતાજીને નિત્ય થાળ ધરાવી અંજલી અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવો. શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્ન

વ્રત કથા સાંભળનાર ન હોય ત્યારે શું કરવું

વ્રત કરનાર પાસે જયારે કોઈ વાર્તા સાંભળનાર ન હોય પીપળાના પાન ઉપર સોપારી રાખી કુંવારપાઠાના છોડ આગળ દીપક પ્રગટાવી સૂર્યદેવ, ગાયે તુલસી અથવા મહાદેવને આ કથા સંભળાવવી ઉપવાસમાં ભૂલથી જો કંઈ લીધું હોયતો ૧ દિવસ ફરીથી ઉપવાસ કરવો વ્રતમાં ક્રોધ ન કરવો તેમજ અસત્ય બોલવાથી દૂર રહેવું સતત ૨૧ દિવસ ઉપવાસ શકય ન હોય તો ૧ દિવસ ઉપવાસ કરવો. ૨૧ દિવસ દરમિયાન માતાજીની આરતી થાળ કવચ સ્તોત્ર બોલવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.