Abtak Media Google News

ખેતી અને ખેડૂતોના ઉત્કર્ષ માટે પરિવર્તનશીલ સુધારાની આવશ્યકતા સમજાવવા સરકારની મથામણ.. . !!

કૃષિપ્રધાન ભારતની ગ્રામીણ વસ્તી ની આવકનો મુખ્ય આધાર ખેતી સંપૂર્ણ કુદરત પર નિર્ભર, વિકાસ દરમાં સિંહફાળો ધરાવતા કૃષિક્ષેત્રની અનિશ્ર્ચિત આવક ખેતીને “ઉદ્યોગનો દરજ્જો’ અપાવવા માં અવરોધરૂપ છે ત્યારે પરંપરાગત ખેતીને હવે બદલાવ આપ્યા વગર છૂટકો નથી આ સત્ય જેટલું  વહેલું સમજાય તેટલું સારૂં……

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારતને “કૃષિપ્રધાન દેશ માનવામાં આવે છે દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે અને ૮૦ ટકાથી વધુ ગ્રામ્ય પ્રજા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલી છે, કૃષિ ઉત્પાદન દેશના “વિકાસ દર “પર પણ અસર કરે છે તેમ છતાં દેશ નું કૃષિક્ષેત્ર વરસાદના પાણી પર આધારિત હોય એટલે કે ખેતી સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર છે અને વિકાસ દર પર અસરકારક કૃષિક્ષેત્ર માં એક દાયકામાં બે-ત્રણવાર અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે વાવાઝોડાં જેવી આસમાની આફત થી ખેતીનો પાક નો ઉતારો ઓછોરહે છે અથવા તો ખેડૂતોને કાંઈ મળતું નથી, આવી “અનિશ્ચિત” પરિસ્થિતિને કારણે ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળતો નથી ….તેથી વર્તમાન કૃષિ વ્યવસ્થાને સુદ્રઢ પણએવિકસિત કરવાની આવશ્યકતા માટે જરૂરી પરિવર્તન માટે વહેલી તકે સમજણ વિકસાવવાની જરૂરિયાત છે

સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે શરૂ કરેલા પ્રયત્નોના ભાગરૂપે સુધારેલા કૃષિ બીલ ના અમલ સામે કિસાન સંગઠનો અને વિપક્ષ વિરોધ માં ઉતર્યા છે “લોકતંત્રમાં વિરોધ નો વિરોધ ન થાય” પરંતુ કૃષિક્ષેત્રમાં હવે પરિવર્તન ની આવશ્યકતા સમજવી જરૂરી બની છે …વિશ્વસ્તરે કૃષિ વેપાર અને આર્થિક વિકાસના પરિમાણો અને બદલતા જતાં વાતાવરણ અને જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ભારતના કૃષિ ક્ષેત્રને પણ સુધારવાની જરૂર છે, કોઈ પણ પરિવર્તન માટે પાયાના બદલાવ આવશ્યક છે ,સરકારે ખેતી પરિવર્તન માટે જરૂરી સુધારાઓ ની આવશ્યકતા માટે ખેડૂતો સાથે સમજણ સંકલન અને સમાધાનકારી વલણ અપનાવ્યું છે ,કૃષિ બિલની આવશ્યકતા નું મુદ્દો સમજણથી ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, બિલમાં ખેતીના પરિવર્તનો હેતુ રહેલો છે ખેડૂતો માટે ના ભયસ્થાનો દૂર થવા જોઈએ તેની સાથે સાથે દેશમાં કૃષિક્ષેત્ર વૈશ્વિક સ્તરે દુનિયાના અન્ય દેશો સાથે કદમ થી કદમ મિલાવી શકે તે માટે પરિવર્તન ની આવશ્યકતા દરેકને સમજવાનો સમય પાકી ગયો છે કૃષિ બીલ માં રહેલા નિયમો અને જોગવાઇ ખરેખર ખેડૂતોના હિતમાં છે ,લાંબા ગાળાના નુકસાન ના ભયસ્થાનો સામે ખેડૂતોને સાચી સમજણ આપવા માટે સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે ત્યારે કૃષિ બિલ ની આવશ્યકતા ની ખરી સમજ ખેડૂતોને મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે, તેવા સંજોગોમાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને નીતિવિષયક મનોમંથન કરતા પ્ર બૂધો માટે કૃષિ બિલનું આ આંદોલન માત્ર રાજકીય અને સરકારના વિરોધ નું સ્વરૂપ આપવા ને બદલે દેશની જરૂરિયાતો ને ધ્યાને લઈને આગળ આવવું જોઈએ ખેતી અત્યારે દેશના વિકાસ માટે મહત્વનું પરિમાણ છે ત્યારે આ ક્ષેત્રના પરિવર્તન માટે રાજકારણથી પર ઉઠીને દ્રષ્ટિકોણ વિકસાવવા ની જરૂર છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.