Abtak Media Google News

આગામી બે વર્ષ માટે ચૂંટાયેલી બોડી આવકવેરા વિભાગના કર્મચારીઓના મુંઝવતા પ્રશ્ર્નોને વાચા આપશે

આવકવેરા વિભાગના ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશન ગુજરાત સર્કલ દ્વારા બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી આવકવેરા વિભાગના ઉચ્ચસ્તરીય અધિકારીઓ જોડાયા હતા અને આવકવેરા વિભાગમાં કાર્ય કરતા કર્મચારીઓને જે તકલીફનો સામનો કરવો પડે છે તે તમામ મૂંઝવતા પ્રશ્નો અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રવિન્દ્ર કુમાર ની સાથે વિવિધ મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત થયેલી બે દિવસીય કોન્ફરન્સમાં જે જે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે તેની રજૂઆત કેન્દ્રીય સ્તરે અને બોર્ડ સમક્ષ કરવામાં આવશે અને વહેલા શહેર તેનો નિવેડો લાવવામાં આવે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કોન્ફરન્સ ના બીજા દિવસે પણ અનેક મૂંઝવતા પ્રશ્નો જે વિવિધ જયંતિ આવેલા કર્મચારીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ આઇટીઇએફ ગુજરાત સર્કલની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં સર્વાનુમતે રાજકોટના કોમરેડ દીપકભાઈ ભટ્ટની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. એટલું જ નહીં સાથોસાથ અન્ય સભ્યોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ચૂંટાયેલા તમામ સભ્યોએ એ વાતનું આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષ જે કોઈ પ્રશ્નો કર્મચારીઓને અનુભવતા હશે તેનું યોગ્ય નિવારણ લાવવા માટે મહેનત કરાશે અને કોઈપણ પ્રકારે તેઓને કોઈપણ આપત્તિઓનો સામનો ન કરવો પડે તે વાત ઉપર પણ ગંભીરતાથી ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.

રાજકોટ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની બે દિવસીય કોન્ફરન્સમાં નવસારી સહિતના વિવિધ કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો પણ વિગતવાર વર્ણવ્યા હતા. તમામ કર્મચારીઓ દ્વારા એક સૂરે અવાજ પણ કરવામાં આવ્યો હતો કે તેમની જે એકતા અને અખંડિતતા છે તે આગામી સમયમાં પણ યથાવત્ રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા જે પણ લક્ષ્ય આપવામાં આવશે તેને ટીમ વર્ક મારફતે પૂર્ણ કરાશે એટલું જ નહીં કર્મચારીઓના વ્યક્તિગત હિતો અને વ્યક્તિગત મુદ્દાઓને પણ ચૂંટાયેલા સભ્યો દ્વારા ગંભીરતાથી નોંધ લઈ તેને કેન્દ્ર સમક્ષ મુકવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.