Abtak Media Google News

રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા રિયલ એસ્ટેટ સમિટ વાર્ષિક સાધારણ સભા સંપન્ન

સમિટમાં નવીનતમ ટેકનોલોજી, બિલ્ડીંગ મટીરીયલ્સ, પર્યાવરણ, એફોર્ડેબલ હાઉસીંગ સહિતના મુદા પર ચર્ચા કરાઇ: સૌરાષ્ટ્રના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો રહ્યા હાજર

ક્રેડાઇ વુમન્સ વિંગનું લોન્ચીંગ કરાયું

સૌરાષ્ટ્રના બાંધકામ જગત સાથે સંકળાયેલ સૌરાષ્જ્ઞ્રભરના બિલ્ડરો માટે સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિત તથા રાજકોટ બિલ્ડર એસો.ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રેજન્સી લગુન રિસોટ ખાતે કરવામાં આવ્યું હતું  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટમાં ઉ5સ્થિત રહ્યા હતા. આ તકે પોપટી એકસો-2023નું લોન્ચીંગ કરાયું હતું.

Vlcsnap 2022 04 26 08H59M11S305

કેડાઇ રાજકોટ બિલ્ડર એસોસીએશનના ઉપક્રમે યોજાયેલ સૌરાષ્ટ્રના રિપલ એસ્ટેટ સમિટમાં બાંધકામ ઉઘોગ સાથે સંકળાયેલા લોકો ઉ5સ્થિત રહ્યા હતા. બાંધકામ ઉઘોગ રાષ્ટ્રના વિકાસમાં રોજગારીની તકો તેમજ તેને સંલગ્ન ઉઘોગોના વેગ માટે મહત્વનું કાર્ય કરે છે.

રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા સૌરાષ્ટ્રના તમામ બાંધકામ ઉઘોગ સાથે સંકળાયેલા વિવિધ એસો. સમિટમાં ઉ5સ્થિત રહ્યાં હતા.

આ સમિટમાં નવીનત્તમ ટેકનોલોજી બિલ્ડીંગ મટીરીયલ્સ , પર્યાવરણ, એફોડેબલ હાઉસીંગ, ગર્વમેન્ટ પોલીસીંસ સહિતના અનેક વિધ મુદાઓ ઉપર ચર્ચા કરાઇ હતી.

વર્ષ દરમિયાન લેબર વેલફેર એક્ટિવિટી કરીશું: દર્શના પટેલ (કેડાઇ રાજકોટ બિલ્ડર એસો. વિમન્સ વિંગ્સ)

Vlcsnap 2022 04 26 09H00M16S456

‘અબતક’ સાથેની વાતચીતમાં કેડાઇ રાજકોટ બીલ્ડર એસો. વિમન્સ વિંગના પ્રમુખ દર્શના પટેલએ જણાવ્યું હતું કે અમને એક વિચાર આવ્યો કે સોસાયટીને કાંઇક આપવું છે. તેના માટે નારીથી વધુ સારુ કોઇ સમજી ન  શકે અમારે સી.એસ.આર. ફાઉન્ડેશન કરવું હતું. તેના માટે અમે રિયલ એસ્ટેટ લોબીની પત્ની, દિકરી, માતા, વગેરે સાથે વાત કરી હતી. જે લેબર વેલ્ફેર માટે કાંઇક સારુ આપી શકીએ. તેમના હેલ્થ ચેકઅપ, અવેરનેશ પ્રોગ્રામ, મેડીસીન ફ્રીમાં આપવી વગેરે જે કામદારો બિલ્ડીંગ ક્ષેત્રે કામ કરે છે. તે લોકો માટે સી.એસ.આર.ના આધારે તેઓને મદદ કરી શકીશું. અમને આર.બી.એ. ટીમ મેમ્મબ બોર્ડ મેમ્બરનો ખુબ સાથ સહકાર મળ્યો છે.

એક મહિના પહેલા વિચાર આવેલ ત્યારે 30 બહેનો હતાં.

આજે  10ર બહેનો સભ્ય થયા છે. અમે વર્ષ દરમિયાન લેબર વેલ્ફેર એકટીવીમાં પહેલા લેબર વિમન વેલફેર, લેબર ચાઇડ વેલફેર અને લેબર સ્કીલ ડેવલોપમેન્ટ, પર્યાવરણને લગતી, આર્કિટેકચર અને પ્લાનીંગ આ તમામ સોફટર આસપેકસ જે સારા ક્ધસ્ટ્રકશન માટે જરુરત હોય તેને અનુરુપ લીગલ ફાઇનાન્સ, એડવાઇઝરી, ઇન્કમ ટેકસના નિયમો વગેરે બાબતોમાં થોડી મહીલાઓ પાછળ છે. તો આ મહિલા વિંગસની રચના થવાથી મહીલાઓને જાણકારી આપવામાં આવશે.

રિયલ એસ્ટેટએ સૌથી મોટો રોજગારી આપતો ઉઘોગ છે: પરેશ ગજેરા (પ્રમુખ રાજકોટ બિલ્ડર એસો.)

Vlcsnap 2022 04 26 09H00M09S645

અબતક’ સાથેની વાતચીતમાં રાજકોટ બીલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, અમે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલ હતું. સાથો સાથ સૌરાષ્ટ્ર રીયલ એસ્ટેટ સમિટમાં સૌરાષ્ટ્રના વિવિધ એસોસીએશન ભાવનગર, જુનાગઢ, અમરેલી, પોરબંદર, મોરબી વગેરે જગ્યાએથી બિલ્ડર એસોસીએશનના હોદેદારો આવ્યા છે. અમે લોકોને સસ્તા મકાનો કઇ રીતે આપી શકીએ, ક્ધસ્ટ્રકશનમાં કવોલીટી વધુ સારી કઇ રીતે આપી શકીએ. અમારા સંગઠન થકી સ્ટીલ અને સિમેન્ટમાં જે ભાવ વધારો થયો છે. કેમ કાબુમાં આવે તે કાસ્ટેલ કેમ તૂટે સહિતના અનેક વિધ 1પ મુદ્ાઓ પર ચર્ચા કરી છે હાલ રિયલ એસ્ટેટની સ્થિતિ

સારી છે. અફોડેબલમાં સારું છે. જયારે પ્રિમિયમમાં એવરેજ બાકી કોમર્શિયલ પ્રોજેકટમાં સ્થિતિ સારી છે. નહી મંદિર નહી તેજી તેવું કહી શકાય. તેવી હાલની રિયલ એસ્ટેટની સ્થિતિ છે. કેડાઇ ગુજરાતએ કહેલ કે આર.બી.આઇ.માં વિમન્સ વિંગની સ્થાપના કરી. અને અમે રાજકોટમાં વિમન્સ વિંગની સ્થાપના કરી જેમાં પ્રમુખ તરીકે દર્શના પટેલની જાહેરાત કરી. 100 થી વધુ બહેનો મહિલા વિંગમાં જોડાઇ છે.

બિલ્ડરના પત્ની, દિકરી જેઓ બિઝનેસ સંભાળતા હોય કે ન હોય કે ભવિષ્યમાં સંભાળવવાના હોય તે તમામને મેમ્બર બનાવીએ છીએ. મહિલા વીંગ દ્વારા સી.એસ.આર. એકટીવીટી કરાશે. અમારે ત્યાં મજુરો કામ કરતા હોય જેને વેકસીનેશન, રોગ હોય તો ડોકટર પાસે ચેકઅપ  કરાવું. સહિતની બાબતે મહિલાઓ કામ કરે છે.

અમે રાજકોટ બિલ્ડર એસોસીએશન માટે આર.બી. એ. ભવન બનાવવા જઇ રહ્યા છીએ. ઓફીસ બિલ્ડીંગ માટે એસોસીએશન બદલે કંપની બનાવવી ફરજીયાત હતી.

કેડાઇ ગુજરાત એક કંપની તરીકે કામ કરે છે અમે તેઓ પાસેથી પ્રેરણા લઇ અમે રાજકોટ બિલ્ડગ એસોસીએશન પણ કંપની ફોર્મેટમાં ગઇ છે અમારી કંપનીનું રજીસ્ટ્રેશન થયું છે.

હું એવું માનું છું બીજા નંબરની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ રીયલ એસ્ટેટ છે બાંધકામ ઉઘોગ થકી હજારથી બારસો ઇન્ડસ્ટ્રીઝ તેની નીચે નભે છે. એક સાઇડ ઉપર ઘણી બધી એજન્સીઓ હોય ઘણા બધા લોકો હોય સૌથી મોટો રોજગારી આપતો ઉઘોગ એ રિયલ એસ્ટેટ છે.

અમે થોડા સમય પહેલા સભ્યોની મીટીંગ બોલાવી હતી જેમાં ભાવ વધારો કરવાની ફરજ પડી હતી. અમારી હજુ એવી ઇચ્છા છે કે લોકો સ્વપ્નના ઘરમાં વ્યાજબી કિંમતથી રહી શકે. કોરોના બાદ યુકેનના યુઘ્ધના કારણે 40 થી 4ર રૂપિયા થઇ ગયા કપચી, સિમેન્ટ, રેતીમાં ભાવ વધારો થયો. અમારે ફરજીયાત ભાવ વધારો થયો છે. જો ભાવમા ંફેરફાર  થશે તો અમે પણ રાહત આપીશું. પ્રદેશ પ્રમુખ કાર્યકમમાં ઉ5સ્થિત રહ્યા તેથી હર્ષની લાગણી અનુભવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.