Abtak Media Google News
  • સ્માર્ટ મીટરનો નિર્ણય પાછો નહી ખેંચાય તો શેરીગલીઓમાં જઇ લોકોને જાગૃત્ત કરાશે: કલેક્ટરને આવેદન
  • સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીએ ફૂંક્યુ બ્યુંગલ

સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીએ બ્યુંગલ ફુંક્યુ છે. આમ આદમી પાર્ટીએ શેરીગલીઓમાં જઇ લોકોને મામલે સમજાવશે ઉપરાંત જે લોકો બીલ નહી ભરે તેનું કનેક્શન કાપશે તો કાર્યકરો ડાયરેક્ટ લાઇન આપી ચાલુ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મામલે જીલ્લા કલેક્ટરને આવેદન અપાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર અધ્યક્ષ દિનેશભાઇ જોષીએ જણાવ્યું કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે. એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતાં ઠેરઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે.

ગુજરાતમાં ફિકસપે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમવર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે. વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચુકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડ્જસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે. અસહ્ય છે. એમાં પાછો સ્માર્ટ મીટર અને પ્રિપેઇડ કાર્ડનો મરણતોલ ઘા!!

જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે, ઘણીવાર તો ઉધારઉછીના કરીને 2-2 બિલ પેનલ્ટી સાથે સામટા ભારે છે પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો પૂરું થઇ ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડાં માંબાપ કે પરિવારના બીમારો સભ્યને સાચવશે? તાત્કાલિક બંધ થવું જોઇએ.

જો સ્માર્ટ મીટર પડતા મુકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહિ કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં, ગલીમહોલ્લાઓમાં જઇને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગ્રત કરશે.

જેમની વીજળી કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે, રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો સાફ ઇન્કાર કરવા માટે લોકોને સમજાવશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.