Abtak Media Google News

કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિ: ૫૦મું સંમેલન મહારાષ્ટ્રમાં યોજવાની જાહેરાત

૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો સમાપન કાર્યક્રમ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો.

સમાપન સમારોહમાં  કથાકાર  રમેશભાઇ ઓઝા   ઉપસ્થિત રહ્યાં હતા.  ૪૯માં અઈંઘઈ સંમેલનમાં થયેલ ગહન ચિંતન સમાજની વ્યાવહારિક મુશ્કેલીઓને દૂર કરવામાં કારગત નીવડે એવી આશા વ્યકત કરી. ત્રિદિવસીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ તેમણે યુનિવર્સિટીનો આભાર વ્યકત કર્યો અને યુનિવર્સિટી સાથે કેવી રીતે ભાવનાત્મક રીતે તેઓ જોડાયેલાં છે તેવી લાગણીઓ તેમણે વ્યકત કરી. તેઓશ્રીએ સંસ્કૃત અને સંસ્કૃતિનાં વિટંબણાઓ સાથે મૂલ્યોને ખૂબ જ ભાવાત્મક શૈલીમાં ભાવકોને પીરસ્યાં.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે ગુજરાત રાજ્યનાં પૂર્વ-મુખ્ય સચિવ અને હાલમાં  સોમનાથ ટ્રસ્ટનાં સચિવ  પી.કે.લહરી ઉપસ્થિત રહ્યાં.  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં આયોજન કરવા બદલ યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં. તેમનાં વકતવ્યમાં પ્રસિદ્ધ નવલકથાકાર કનૈયાલાલ મુનશીનાં સંસ્કૃત-સંસ્કૃતિ સંવર્ધનનાં પ્રયત્નોને યાદ કરતાં શ્રી સોમનાથ ટ્રસ્ટની ગતિવિધિઓની રૂપરેખા આપી.

Dsc 7712 સંમેલનના મહાસચિવ સરોજા ભાટેએ વિવિધ સેકશનોમાં એવોર્ડ પ્રાપ્ત કરનારા વિજેતાઓનાં નામ પ્રસિદ્ધ કર્યાં. આગામી ૫૦માં અઈંઘઈનાં વિવિધ સેકશન પ્રેસિડેન્ટો તથા અઈંઘઈનાં ઊઈ સભ્યોનાં નામ પ્રસિદ્ધ કર્યાં. આગામી ૫૦મું અઈંઘઈ સંમેલન કવિ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, રામટેક (મહારાષ્ટ્ર)માં યોજાશે એવી જાહેરાત પણ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનાં અધ્યક્ષ એવાં યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.અર્કનાથ ચૌધરીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. સૌની વ્યવસ્થામાં કોઇ ક્ષતિ રહી ગઈ હોય તો બધા વતી તેમણે સૌની ક્ષમા માંગી. ત્રિદિવસીય ૪૯મું અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન સફળ બનાવવા બદલ તમામ પ્રતિભાગીઓ, ઉપસ્થિત મહેમાનો અને સમગ્ર યુનિવર્સિટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુચીપુડી નૃત્ય કરનાર ભારતની પ્રસિદ્ધ નર્તકી ડો.નલિની જોષી, ઉપસ્થિત તમામ અઈંઘઈ એકઝીકયુટીવ સભ્યોનો  સન્માન કાર્યક્રમ યોજાઇ ગયો.

વિશેષાતિથિરૂપે ઉપસ્થિત વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ  જગદીશભાઇ ફ઼ોફંડીએ પ્રસંગોચિત્ત ઉદ્બોધન કરતાં સૌનું સ્વાગત કર્યું હતું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.