Abtak Media Google News

પીપીપીના નામે લોકોને ધાક-ધમકી, ભાજપ કાર્યાલયેથી દબાણ: શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાની મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજુઆત

પીપીપી આવાસ યોજનાના નામે મહાપાલિકા અને બિલ્ડરો વચ્ચે સાંઠ-ગાંઠથી એવો ખેલ પાડવામાં આવી રહ્યો છે કે દસ્તાવેજવાળા પાકા મકાનો પાડી દેવા ભાજપ કાર્યાલયેથી ધાક ધમકી આપવામાં આવી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું છે કે, વોર્ડ નં.૮માં ૩॥દાયકા પૂર્વે બનાવેલી અરવિંદભાઈ મણિયાર કવાર્ટરમાં રહેતા ૨૦૮ કવાર્ટર ધારકોને ભાજપ કાર્યાલયે બોલાવી આ દસ્તાવેજવાળા મકાનો ખાલી કરાવવા ધાક-ધમકી આપે છે. આ પ્રાઈમ લોકેશનવાળી જગ્યા મુખ્યમંત્રીના મતક્ષેત્રના રહેવાસીઓને યેનકેન પ્રકારે પીપીપીના નામે ફલેટ અપાવી દેવા અંગે હથેળીમાં ચાંદ બતાવી હાલના ફલેટ ખાલી કરવા દબાણ લાદે છે. જેમાં પોલીસ ફરિયાદ કરી લાઈટ કનેકશનો, નળ કનેકશનો કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે અને ટુ બેડ હોલ કિચન આપશુ તેવી ખાતરી આપવામાં આવે છે પરંતુ અમારી જાણ મુજબ પીપીપીના નામે જે ખાત્રી અપાય છે તેવી ખાત્રી કે વચનનું પાલન થતું નથી હાલ આ ૯ હજાર ચો.મી.ની જગ્યામાં પથરાયેલી આવાસના કવાર્ટરો પડાવી ૧૩ માળની હાઈરાઈઝ બિલ્ડીંગો ૧૩ માળની બનાવી ૭૦ ટકા ભાગ પીપીપીના નામે લઈ લેવાયા બાદ બિલ્ડરને ધરી દઈ ફકત ૩૦ ટકા જમીનમાં આવાસો બનશે.

હિંગળાજનગરમાં મફતીયુ પુરુ હોવા છતાં ત્યાં ૭ માળની બિલ્ડીંગ બનાવી અને અહીંયા ૧૩ માળની બિલ્ડીંગો બનાવી દ્વારા વહિવટ બિલ્ડર સાથે થયેલ હોવાની આશંકાને પગલે આજે કોંગ્રેસ દ્વારા કમિશનરને આ કવાર્ટર ધારકોના મુદ્દે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં રિ ડેવલપમેન્ટની અમારે હાલ જ‚ર નથી ચાર માળમાં મેઈન્ટેનન્સ થતુ નથી. ૧૩ માળમાં અનેક પ્રશ્ર્નો ઉદભવે તેથી આ કવાર્ટર ધારકોમાંથી ૭૦ થી વધુ પરીવારો ગરીબ પરીવારો છે તેવી રજુઆત કરવામાં આવી અને આ આવાસ યોજનામાં તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે ૬૫ ટકા રીડેવલપમેન્ટમાં સંમતિ આપી છે તેવું કમિશનરે કહ્યું પરંતુ કવાર્ટર ધારકો અને સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર જે કવાર્ટર ધારકો સંમતિ આપેલ છે તે ૬૫ ટકાનો દાવો ખોટો છે અને જે સંમતિ આપી છે તેવા લોકો ત્યાં રહેતા નથી, ભાડુઆતો હોય અને ગોડાઉન તરીકે અથવા મકાનો ખાલી હોય તેવા કવાર્ટર ધારકોની સંમતિ હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે.

તંત્ર દ્વારા જે ૬૫ ટકા સંમતિનો દાવો કરાયો છે તે હળાહળ જુઠાણો અને પોકળ છે જે નામોનું લીસ્ટ છે તેવા નામો તંત્ર સાથે નહીં પરંતુ રી ડેવલપમેન્ટના વિરોધમાં છે અને તેવા પરીવારો તંત્રની સામે સોગંદનામા કરી દેવા પણ તૈયાર છે ત્યારે અમુક નામો લીસ્ટમાં છે અને તંત્રના દાવા મુજબના નામો ડમી હોવાનો પણ આભાસ થાય છે તેમ અંતમાં વિપક્ષી નેતા સાગઠિયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.