Abtak Media Google News

 રાજ્યસભાની 59 સીટ માટે શુક્રવારે વોટિંગ છે. સાંજે રિઝલ્ટ પણ આવી જશે. આ સીટ 17 રાજ્યોની છે. ભાજપના સૌથી વધુ 29 અને કોંગ્રેસના 11 ઉમેદવાર મેદાનમાં છે. જોકે, 10 રાજ્યોમાં 33 ઉમેદવાર પહેલાં જ બિનહરીફ ચૂંટાઇ ગયા છે. એટલે વોટિંગ 7 રાજ્યની માત્ર 26 સીટ પર થવાનું છે. તેમાંથી 6 રાજ્યમાં એક-એક સીટ પર ખરાખરીનો મુકાબલો છે. અહીં પાર્ટીઓને ક્રોસવોટિંગનો ડર છે. આ ચૂંટણી બાદ રાજ્યસભામાં પહેલી વાર ભાજપ સૌથી વધુ શક્તિશાળી થશે.

જ્યારે એનડીએના પણ પહેલી વાર રાજ્યસભામાં 90થી વધુ સાંસદ હશે. જોકે, એનડીએ રાજ્યસભામાં બહુમતીથી આશરે 20થી 25 સીટ દૂર રહેશે. સૌથી વધુ 10 સીટ યુપીની છે અને સૌથી વધુ રસપ્રદ મુકાબલો પણ અહીં જ છે. તેમાંથી 8 સીટ પર ભાજપ અને એક પર સપા ઉમેદવારની જીત પાકી છે. એક સીટ પર કોંગ્રેસ, સપાએ બસપાને સમર્થન આપ્યું છે. તેના પર બસપાના ભીમરાવ આંબેડકર અને ભાજપના અનિલ અગ્રવાલ વચ્ચે મુકાબલો છે. વિપક્ષ અને ભાજપે તેના માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

રાજ્યસભાની 58 સીટમાંથી 33 બેઠક પરના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે. જેમાં ભાજપના 17, કોંગ્રેસના 4 અને અન્ય પક્ષ જેવાં કે બીજેડીના 3, આરજેડીના 2, ટીડીપીના 2, જેડીયૂના 2, શિવસેનાના 1, એનસીપીના 1 અને વાઈએસઆરસીના 1 ઉમેદવાર સામેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.