Abtak Media Google News

વોર્ડ નં.૧૩ના કોંગી ઉમેદવાર જાગૃતિબેન ડાંગર, ગીતાબેન મુછડીયા, રવિભાઈ વેકરીયા અને આદિત્યસિંહ ગોહિલ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રજાના અનેક કામો કર્યા છે. છેવાડાના વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવી દેવાતા હવે ગંદા પાણીના નિકાલનો પ્રશ્ર્ન પણ ઉકેલાઈ જશે. ગત ચૂંટણીમાં અમે આખી પેનલ જીતવામાં નિષ્ફળ રહ્યાં હતા. પરંતુ આ વખતે વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બનશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.

Advertisement

આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા વોર્ડ નં.૧૩ના કોંગી ઉમેદવાર જાગૃતિબેન ડાંગર, ગીતાબેન મુછડીયા, રવિભાઈ વેકરીયા અને આદિત્યસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, ગત પાંચ વર્ષમાં આ વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ વિકાસના અનેક કામો કર્યા છે. જેથી પ્રજામાં ખુબજ આવકાર મળી રહ્યો છે. છેવાડાના વિસ્તારોમાં અમે સુવિધા પહોંચાડી છે.

રોડ-રસ્તા, લાઈટ, પાણીની સમસ્યાઓ હલ કરી છે. લાઈબ્રેરીમાં વર્ષોથી જે આવાસ યોજના વિભાગનો કબજો હતો તે પબ્લીક માટે ખુલ્લી કરાવી છે. વોર્ડમાં ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવામાં આવતા હવે દુષિત પાણીનો પ્રશ્ર્ન હલ થઈ ગયો છે. જો અમે ફરી આખી પેનલ સાથે વિજેતા બનશું તો વોર્ડમાં વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે વાઈફાઈની સુવિધા ઉભી કરીશું અને તમામ વિસ્તારોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેશે. વિજ બીલ પ્રશ્ર્ને પણ અમારા કોર્પોરેટરો વોર્ડમાં સર્કિય રહ્યાં હતા. લોકડાઉન સમયે કપરા કાળમાં પણ  લોકોને મદદ કરી છે. જે ચૂંટણીમાં ખીલી ઉઠશે. કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરનો ક્રમાંક નં.૮, ગીતાબેન મુછડીયા ક્રમાંક નં.૫, આદિત્યસિંહ ગોહિલ ક્રમાંક નં.૨ અને રવિભાઈ વેકરીયાનો ક્રમાંક નં.૧૩ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.