Abtak Media Google News

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, રાજ્યમાં કોંગ્રેસના એક નેતાની ધૃણાજનક હરકત સામે આવી છે. ખરેખરમાં કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ સોશ્યલ મીડિયામાં રામ મંદિરના પૂજારીનો ઉલ્લેખ કરીને અશ્લીલ પૉસ્ટ મુકી હતી. આ પૉસ્ટને લઇને હવે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી લીધી છે.

Advertisement

સાયબર સેલે આઈપીસીની કલમ 469, 509, 295એ અને આઈટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો

મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતાની ખરાબ હરકતથી અમદાવાદમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડીયાની સાયબર ક્રાઇમ કરી ધરપકડ છે. ખરેખરમાં વાત એમ છે કે થોડાક સમય પહેલા કોંગ્રેસના શિડ્યૂલ કાસ્ટ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ કરી હતી. જેમાં તેને એક મહિલા અને એક પુરુષની કઢંગી હાલતમાં તસવીર બતાવી હતી. હિતેન્દ્ર પીઠડીયાએ પૉસ્ટ શેર કરતાં લખ્યુ હતુ કે, શું આને અયોધ્યા રામ મંદિરનો પુજારી બનાવી રહ્યાં છો ? પૉસ્ટ કરાયેલી આ તસવીરમાં રામ મંદિરના પૂજારીને એક મહિલા સાથે બિભત્સ રીતે બતાવવામાં આવ્યા હતા. જોકે આ ફોટા અંગે ખુલાસો થયો નથી.

અમદાવાદ સાયબર ક્રાઈમે કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી છે. હિતેન્દ્ર પીઠડિયાએ મહિલાને બદનામ કરવા માટે ખોટી પોસ્ટ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

અનેકવાર અફવા ફેલાવતા રંગે હાથે પકડાયેલ અને હંમેશા જૂઠ બોલવા-લખવા માટે પંકાયેલા કેંગ્રેસ નેતા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની વધુ એક વાર જૂઠ ફેલાવવાના આરોપસર ક્રાઈમ બ્રાચે ધરપકડ કરી છે. રામ મંદિરના એક પૂજારીને એક મહિલા સાથે બીભત્સ રીતે બતાવીને આ પૂજારી હશે તેવો ફોટો વાયરલ કર્યો હતો. આ ફોટો અંગે તપાસ કરતા મહિલાનું નામ બદનામ કરવાના ઇરાદે આ ખોટી પોસ્ટ કરી હતી. લોકોની લાગણી દુભાય તે રીતે ફોટો પોસ્ટ કરતા અમદાવાદની સાયબર ક્રાઈમે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.

સાયબર સેલે IPCની કલમ 469, 509, 295એ અને આઈટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયામાં કોઇ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મૂકવી એ ખરેખર ગુનો ગણાય છે ત્યારે રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરતા કોંગ્રેસના નેતા વિરૂદ્ધ સાયબર ક્રાઇમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સાયબર ક્રાઇમે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.